સંજય રાઉતના આકરા પ્રહારઃ હવે ઈકબાલ મિર્ચીને પણ ક્લીન ચિટ મળી જશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના મર્જરના કેસમાં સીબીઆઈએ પોતાનો ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી દીધો છે. ત્યારે સંજય રાઉતે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે એર ઈન્ડિયા કૌભાંડનો મુદ્દો ઉઠાવી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર આરોપ લગાવનાર તમામ લોકોએ તેમની માફી માંગવી જોઈએ, કારણ કે હવે આ કેસમાં તમામને ક્લીન ચિટ મળી જશે.
ઉદ્ધવ સેનાના નેતા સંજય રાઉતે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે જે તે સમયે એર ઈન્ડિયા કૌભાંડમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ પર આરોપ લગાવનારામાં પીએમ મોદી અને અન્ય લોકો પણ સામેલ હતા. તે તમામ લોકોએ હવે પૂર્વ પીએમની માફી માગવી જોઈએ, કારણ કે હવે આ કેસમાં ક્લીન ચિટ મળી રહી છે. ઘણા લોકો કતારમાં છે, હવે ઈકબાલ મિર્ચીને પણ ક્લીન ચિટ મળી જશે.
સીબીઆઈએ ગુરુવારે અજિત પવાર જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ વિરુદ્ધ એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના મર્જરના કેસમાં કથિત 840 રૂપિયાના કૌભાંડમાં તપાસ બંધ કરી દીધી છે. એજન્સીએ જણાવ્યું હતું કે તેમને પ્રફુલ પટેલ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના અજાણ્યા અધિકારી વિરુદ્ધ 2017માં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં હવે સીબીઆઈએ તપાસ બંધ કરી દીધી છે.
સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કરતા જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં ઘણી તપાસ અને અધ્યયન કર્યા બાદ પ્રમાણિકતાથી રિપોર્ટ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉતે વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરની ટીકા કરતાં કહ્યું હતું કે અમારી લડાઈ લોકતંત્ર પર હુમલો કરવાવાળાના વિરોધમાં છે. અમે આંબેડકરને પાંચ બેઠકોનો પ્રસ્તાવ મોકલ્યો હતો