કારકિર્દીની શરુઆતમાં ક્રિતી સેનનને લોકો વિચિત્ર નામથી બોલાવતા હતા…
મુંબઈ: જાણીતી અભિનેત્રી ક્રિતી સેનન એક પછી એક પ્રખ્યાત અભિનેતાઓ સાથે સુપરહીટ ફિલ્મો આપીને ક્રિતી સેનન આજે ફિલ્મોમાં લીડ રોલમાં પણ જોવા મળે છે. હાલમાં ક્રિતી સેનનની ‘ક્રૂ’ આ ફિલ્મ રિલીઝ થઈ છે, જેને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. ક્રિતી સેનન સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેણે 2014માં ટાઈગર શ્રોફ સાથે ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ કરિયરની શરૂઆતની એક કોમેડી વાત ક્રિતી સેનન લોકો સાથે શેર કરી હતી.
ફિલ્મ ‘મીમી’માં પોતાના અભિનયને લીધે નેશનલ એવોર્ડ જીતેલી ક્રિતી સેનને કહ્યું હતું કે કરિયરની શરૂઆતમાં લોકોને તેનું નામ યાદ નહોતું રહેતું. ટાઈગર શ્રોફ સાથે ‘હીરોપંતી’થી ક્રિતીએ બૉલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન લોકોને તેનું નામ યાદ ન રહેતા લોકો ક્રિતીને ‘ટાઈગર દીદી’ કહીને બોલાવતા હતા.
ક્રિતીએ કહ્યું હતું કે લોકોએ મને ટાઈગર સાથે ફિલ્મમાં જોઈ હતી, પણ તેમને મારો ચહેરો જ યાદ હતો પણ મારું નામ નહીં એટલે તેઓ માટે ટાઈગર શ્રોફની ફિલ્મની છોકરી એવું કહીને બોલાવતા હતા. લોકોને મારું નામ યાદ રાખવામાં સમય લાગતો હતો. ‘બરેલી કી બરફી’ના શૂટિંગ દરમિયાન ફિલ્મની ડિરેક્ટર અશ્વિની અય્યરના બાળકોને મારું નામ નહોતું ખબર એટલે તેઓ મને ‘ટાઈગર દીદી’ એવું કહીને બોલાવતા હતા.
જ્યારે તમે કોઈ એક્ટિંગ બેકગ્રાઉન્ડથી નથી હોતા ત્યારે લોકોનું ધ્યાન ખેંચવા તમને સમય લાગે છે, પણ એક વખત કામ કરવાનું શરૂ કરો છો ત્યારે લોકો તમને ઓળખે છે. કારકિર્દીની શરૂઆતમાં તમારે સખત સ્ટ્રગલ કરવી પડે છે, એવું ક્રિતી સેનને કહ્યું હતું. ક્રિતી સેનનની ફિલ્મ ‘ક્રૂ’ને લોકોને પસંદ પડી છે. આ એક કોમેડી ફિલ્મ છે જેમાં અભિનેત્રી તબુ અને કરિના કપૂર ખાન પણ લીડ રોલમાં છે, પહેલા જ દિવસે આ ફિલ્મે સારી એવી કમાણી કરી હતી.