આ કારણે 31st Decemberના નહીં પણ 31st Marchના પૂરું થાય છે Financial Year…
બે દિવસ બાદ એટલે કે 31st Marchના દિવસે નાણાંકીય વર્ષ 2023-24 પૂરું થશે અને પહેલી એપ્રિલથી ફાઈનાન્શિયલ યર 2024-25ની શરૂઆત થવા જઈ રહી છે… પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આ નાણાંકીય વર્ષ 31મી માર્ચના જ કેમ પૂરું થાય છે અને કેમ 31મી ડિસેમ્બરના નહીં? નહીં ને ચાલો આજે અમે તમને એ પાછળનું કારણ જણાવીએ…
પહેલી એપ્રિલથી જ નવું નાણાંકીય વર્ષ શરૂ થાય છે અને આ નિયમ બ્રિટીશકાળથી ચાલ્યો આવે છે, કારણ કે આ એમના માટે વધારે સુવિધાજનક છે એટલે એમણે આવું કર્યું. હવે દેશ આઝાદ થઈ ગયો છે ત્યારે પણ તેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સંવિધાનમાં પણ નાણાંકીય વર્ષનો સમય એપ્રિલથી માર્ચ રાખવામાં આવ્યો છે.
ભારત એ એક કૃષિપ્રધાન દેશ છે અને એટલે પાકના ચક્રને ધ્યાનમાં રાખીને 31મી માર્ચને ક્લોઝિંગ ડે રાખવામાં આવ્યો છે. આ સમયે નવો પાક લગાવવામાં આવે છે લોકો જૂના પાકની લણણી કરીને તેને બજારમાં વેચે છે, જેને કારણે એમને કમાણી થય છે અને તે એ રીતે જ પોતાનું લેખા-જોખા તૈયાર કરે છે. જેવી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થાય છે ખેડૂત નવા પાકની વાવણી શરૂ કરી દે છે.
આપણામાંથી ઘણા લોકોના મનમાં એવો સવાલ પણ આવતો હશે કે 31મી ડિસેમ્બરે વર્ષ પૂરું થાય છે અને પહેલી જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થાય છે એ જ રીતે 31મી ડિસેમ્બરના જ કેમ નાણાંકીય વર્ષ પૂરું કેમ નથી થતું તો તમારી જાણ માટે કે ડિસેમ્બર મહિનામાં ક્લોઝિંગ ન રાખવાનું કારણ તહેવારોને કારણે સૌથી બિઝી શેડ્યુલ પણ છે જેને કારણે ક્લોઝિંગમાં ખૂબ જ મુશ્કેલી પડી છે. આ જ કારણે ક્લોઝિંગ ડિસેમ્બર નહીં પણ માર્ચમાં રાખવામાં આવે છે.
છેલ્લાં અને મહત્ત્વના કારણ વિશે વાત કરીએ તો નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં પહેલી એપ્રિલ, 2024ના હિંદુ નવા વર્ષની શરૂઆતનું પ્રતિક છે અને એટલે જપહેલી એપ્રિલના નવા ફાઈનાન્શિયલ યરની શરૂઆત થાય છે. આ દરમિયાન લોકો પોતાની કાર્યશૈલીમાં પણ ફેરફાર કરે છે. બસ આ કારણ વિશે કે સંવિધાનમાં પણ કોઈ જાણકારી નથી મળી રહી કે આ જ કારણે નાણાંકીય વર્ષ માટે એપ્રિલથી માર્ચનો સમય પસંદ કરવામાં આવ્યો છે.