નેશનલ

ઈન્કમ ટેક્સ વિભાગને રાહુલ ગાંધીની ચીમકીઃ ‘લોકશાહીનું વસ્ત્રાહરણ’ કરનારા સામે પગલાં લેવાશે’

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (29 માર્ચ) કોંગ્રેસને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસ મુદ્દે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમના સત્તાવાર X હેન્ડલથી એક પોસ્ટમાં લખ્યું હતું કે “જ્યારે સરકાર બદલાશે, ત્યારે ‘લોકશાહીનું વસ્ત્રાહરણ’ કરનારા લોકો સામે ચોક્કસપણે પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે કોઈ ફરીથી આવું કરવાની હિંમત નહીં થાય, આ મારી ગેરંટી છે.”

રાહુલ ગાંધીએ તેમનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “જો આ સંસ્થાએ પોતાનું કામ કર્યું હોત, જો CBIએ તેનું કામ કર્યું હોત, જો EDએ તેનું કામ કર્યું હોત, તો આવું ન થયું હોત.” તો તેઓએ એ પણ વિચારવું જોઈએ કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે એક દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય, તેથી તેઓએ પણ વિચારવું જોઈએ.”

કોંગ્રેસે આ મુદ્દે શુક્રવારે જ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે તેને પાંચ અલગ-અલગ નાણાકીય વર્ષના ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતતાઓ માટે 1823.08 કરોડ રૂપિયાની ચુકવણી માટે નવી નોટિસ જારી કરી છે, પરંતુ આવા જ મામલે ભાજપને લઈને તેણે આંખો બંધ કરી દીધી છે. ભાજપને 4600 કરોડનો દંડ હોવા છતાં તેઓએ આ તરફ આંખ આડા કાન કર્યા છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ પર ‘ટેક્સ ટેરરિઝમ’ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને આક્ષેપ કર્યો હતો કે જે માપદંડના આધારે કોંગ્રેસને દંડની નોટિસ આપવામાં આવી છે તેના આધારે ભાજપ પાસેથી 4600 કરોડ રૂપિયાથી વધુની ચુકવણીની માંગણી કરવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button