લગ્નના અહેવાલો વચ્ચે હવે તાપસીની નવી તસવીરો વાઈરલ
છેલ્લા કેટલાક દિવસોથી તાપસી પન્નુ પોતાના લગ્નને લઈ સમાચારોમાં છવાયેલી રહી હતી, જેમાં તેને ગુપચુપ લગ્ન કર્યાની વાત અંગે કોઈ નવી વાત જાણવા મળી નથી, ત્યારે તાજેતરમાં તાપસીને નવી તસવીરો વાઈરલ થઈ રહી છે.
અભિનેત્રીએ પોતાના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં બોયફ્રેન્ડ મૈથિયાસ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હોવાના અહેવાલ વચ્ચે આ લગ્ન અંગે સત્તાવાર કોઈ પુષ્ટી મળી નથી આમ છતાં તેના ફેન્સને વિશ્વાસ છે કે તાપસી હવે સિંગલ રહી નથી.
આ બધી ચર્ચાઓ વચ્ચે તાપસીએ આજે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેના હાથમાં રિંગ જોઈને ફેન્સમાં નવી ચર્ચાઓ જાગી છે. અહેવાલો મુજબ આ ફોટોસ તાપસીએ લગ્ન બાદ પ્રથમ વખત શેર કર્યા છે. તાપસી પન્નુએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની અનોખી સાડી બતાવતા કેટલીક તસવીરો શેર કરી છે. તાપસીને કાળા રંગની સાડી સાથે કાળા રંગનો લાંબો કોટ પહેરેલો જોઈ શકાય છે. ફોટોગ્રાફમાં તાપસી આંગળીમાં રિંગ પણ જોઈ શકાય છે, જે ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.
આપણ વાંચો: તાપસી પન્નુની અકળામણ
સાતેક કલાક પહેલા પોસ્ટ કરેલી તસવીરોને લાખો લોકોએ લાઈક આપી છે, જ્યારે કમેન્ટ સેક્શનમાં લોકોએ ખૂબ પ્રેમ વર્સાવ્યો હતો. આ સિવાય કેટલાક ફેન્સે માગણી કરી હતી કે તાપસીએ પોતાના લગ્નની તસવીરો પણ શેર કરવી જોઈએ. અભિલાષ થપલિયાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોળીની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં પોતે તાપસી, તેનો બોયફ્રેન્ડ મૈથિયાસ બો અને કેટલાક મિત્રોને જોઈ શકાય છે.
બીજી બાજુ અભિલાષની પોસ્ટ નીચે એક ફેનની કોમેન્ટ હતી કે અરે સિન્દૂર તાપસી મેમ! બીજી તરફ મૈશિયાસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લોકોને હોળીની શુભકામના આપતી એક તસવીર શેર કરી હતી.
મીડિયાના અહેવાલ અનુસાર આ લગ્ન ઉદયપુરમાં થયા અને તેમા માત્ર તાપસીના નજીકના લોકો જ હાજર હતા. લગ્ન પહેલાનું સેલિબ્રેશન 20 માર્ચે શરૂ થયું હતું. કપલ પોતાના આ ખાસ દિવસ પર કોઈ મીડિયાની દખલગીરી ઈચ્છતું નહોતું. બંન્નેએ ખૂબ પ્રાઈવેટમાં લગ્ન કરવાનું ઈચ્છતા હતા. જેમાં માત્ર કેટલીક બોલીવૂડ હસ્તી જ આવેલી હતી. જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પણ આ લગ્નમાં પહોંચ્યા હતા.