Uncategorized

અમેરિકાની 9/11ના પીડિતોને શ્રદ્ધાંજલિ

ન્યૂ યોર્ક: અમેરિકના નાગરિકો અને નેતાઓએ સોમવારે 11 સપ્ટેમ્બરના ભયાનક આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લગભગ ત્રણ હજાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ દુર્ઘટનાના બાવીસ વર્ષ પૂરાં થયાં છે.
11 સપ્ટેમ્બર, 2001ના રોજ અલ-કાયદાના આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરાયેલા વિમાન ટાવર સાથે અથડાયા બાદ વર્લ્ડ ટે્રડ સેન્ટરના ટ્વિન ટાવર જમીનદોસ્ત થયા હતા.
લોઅર મેનહટનમાં 9/11 મેમોરિયલ અને મ્યુઝિયમના સ્થળે એક ગૌરવપૂર્ણ સમારોહ દરમિયાન 9/11ના આતંકવાદી હુમલાના મૃતકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
બાવીસ વર્ષ પહેલાં જ્યારે સમગ્ર અમેરિકામાં આ દુર્ઘટના સર્જાઈ હતી તે ચોક્કસ સમયે ઘંટ વગાડીને મૌન પાળવામાં આવ્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પ્રમુખ જો બાઇડને પ્લેટફોર્મ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે આજે, અમે 9/11ના રોજ અમે ગુમાવેલી 2977 કિંમતી જિંદગીઓને યાદ કરીએ છીએ અને તે સપ્ટેમ્બરની સવારે આગ અને રાખમાં ખોવાઈ ગયેલી તમામ બાબતોને પ્રતિબિંબિત કરીએ છીએ.
બાવીસ વર્ષ પહેલાં આ દિવસે અમેરિકાનો ઈતિહાસ બદલાયો હતો, પરંતુ આ રાષ્ટ્રનું ચરિત્ર નહીં બદલાય.
સ્મારક સમારોહમાં, સંબંધીઓ અને મિત્રોએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લગભગ 3000 લોકોના નામ વાંચી સંભળાવ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જે મૃતકોને ક્યારેય ભૂલવામાં નહીં આવે તે સંદેશો દર્શાવે છે.
9/11ના આતંકી હુમલાની 22મી વર્ષી નિમિત્તે સમગ્ર અમેરિકામાં અનેક ઠેકાણે વિવિધ સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button