IPL 2024: કુલદીપની ‘દાદાગીરી’ કે બીજું કાંઈ, પંતનો હાથ પકડીને કંઈક એવું કર્યું કે…
ખલીલ અહેમદે પણ એવું જ કર્યું હતું ઋષભ પંત સાથેની વાતચીત વાઈરલ
જયપુરઃ આઈપીએલ (IPL 2024)માં ખેલાડીઓ જ નહીં, પરંતુ ચાહકો આ વખતે જોરદાર મોજમસ્તી કરે છે, જેમાં ક્યારેક દિગ્ગજ ક્રિકેટરનો પણ હુરિયા બોલાવતા ખચકાતા નથી. આ વખતની આઈપીએલ સંપૂર્ણ રીતે ફુલ્લી એન્ટરટેઈનમેન્ટનો ભાગ છે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં એવી જ એક નહીં બે કોમેડી મોમેન્ટ્સ જોવા મળી હતી. રાજસ્થાન સામેની દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને કુલદીપ યાદવ અને પંત અને ખલીલ અહેમદ વચ્ચેની ડીઆરએસ લેવા અંગેના બે વીડિયો વાઈરલ થયા હતા.
ચાઈનામેન બોલર કુલદીવ યાદવ અને પંતનો એક ફની વીડિયો વાઈરલ થયો હતો, જેમાં જબરદસ્તી ડીઆરએસ લેવો પડ્યો હતો. રાજસ્થાન રોયલ્સની આઠમી ઓવરમાં રિયાન પરાગે એક રન લઈને જોસ બટલરને સ્ટ્રાઈક આપી હતી. બીજા બોલમાં બટલર રિવર્સ સ્વિપમાં રમ્યો હતો. રિવર્સ સ્વિપ કરવાના ચક્કરમાં બટલર ચૂકી ગયો અને બોલ પેડ પર લાગ્યો હતો, ત્યારબાદ કુલદીપે અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ આઉટની અપીલ કરી હતી.
એલબીડબ્લ્યુની અપીલ કરવાની સાથે પંતને ડીઆરએસ લેવાની અપીલ કરી હતી, પરંતુ પંત કોન્ફિડન્ટ નહોતો. ત્યારબાદ યાદવ પંતની નજીક પહોંચીને ગ્લ્વઝ પકડીને ડીઆરએસનો ઈશારો કરાવ્યો હતો. નસીબજોગે કુલદીપ યાદવ સાચો પડ્યો હતો અને બટલર 16 બોલમાં 11 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. પણ કુલદીપ યાદવના એ ખેલને જોઈને લોકો હસી પડ્યા હતા, જ્યારે વીડિયો વાઈરલ થયા પછી પણ લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.
બંને વચ્ચેની વાતચીતમાં ખાસ કરીને ખલીલ અહેમદ અને ઋષભ પંતની વચ્ચે ડીઆરએસ લેવા અંગેની હતી. વાસ્તવમાં ખલીલ અહેમદ ડીઆરએસ લેવા ઈચ્છતો હતો, પરંતુ પંત ધરાર મનાઈ કરતો હતો. ચાલો જાણીએ વિગતવાર કિસ્સો કે શું હતો. રાજસ્થાન રોયલ્સ સામે પંદરમી ઓવર ખલીલ અહેમદ નાખતો હતો, ત્યારે બેટિંગ ધ્રુવ જુરેલ ક્રીઝ પર હતો. ધ્રુવ જુરેલને બોલ ફેંક્યો ત્યારે તેના પેડ પર લાગ્યો હતો, ત્યારબાદ ખલીલે આઉટની અપીલ કરી હતી. ખલીલની અપીલને અમ્પ્યારે તેને અવગણીને નોટ-આઉટ આપ્યો હતો. ત્યાર બાદ ખલીલે પંતને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પંત પણ તૈયાર નહોતો.
https://www.instagram.com/reel/C5EG2a3NgML/?utm_source=ig_web_copy_link
ખલીલ અહેમદ પોતાની અપીલ પર મક્કમ હતો કે જુરેલના પેડ પર જ બોલ લાગ્યો હતો, ત્યારબાદ પંત નજીક દોડીને પંતને ડીઆરએસ માટે મનાવવા લાગ્યો હતો. ખલીલ અહેમદે રીતસરનું પંત પર પ્રેશર લાવ્યો હતો અને તેનો અવાજ પણ વાઈરલ થયો હતો. ખલીલ કહે છે કે લે-લે, લે-લે બાઈ લાસ્ટ હૈ. પંત પણ સામે જવાબ આપે છે કે યે તો તૂ બતાયેંગા ના કી બૈટ હૈ યા નહીં. આ વાતચીત સાંભળતા કમેન્ટેટર પણ હસવા લાગે છે, ત્યારબાદ એનો વીડિયો પણ વાઈરલ થાય છે. ખલીલની અપીલને રીતસર પંત અવગણે છે, ત્યારબાદ રિપ્લેમાં જોવા મળતા ખબર પડે છે કે બોલ બેટને ટચ થયા પછી પેડને લાગ્યો હતો. આઈપીએલની નવમી મેચમાં રાજસ્થાને દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું હતું.