Uncategorized

જી-20નું સફળ આયોજન: વિશ્વનાં પ્રસારમાધ્યમોએ ભારતને વખાણ્યું

વૉશિંગ્ટન: જી-20ના સફળ આયોજન બદલ વિશ્વના પ્રસારમાધ્યમોએ ભારતના વખાણ કર્યા હતા અને જી-20 શિખર પરિષદના પરિણામને વૈશ્વિક મંચ પર દેશનું પ્રભુત્વ વધારવાના તેમ જ વૈશ્વિક સંસ્થાનોમાં સુધારા લાવવા માટે દબાણ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસને રાજદ્વારી વિજય લેખાવ્યો હતો.
બ્રાઝીલ, સાઉથ આફ્રિકા અને ઈન્ડોનેશિયા જેવા ઊભરતા અર્થતંત્ર સાથેની શ્રેણીબદ્ધ વાટાઘાટ મારફતે વિવાદાસ્પદ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે જી-20 દેશો વચ્ચે અનપેક્ષિત સર્વાનુમતિ સાધવામાં ભારત સફળ રહ્યું હતું.
અમુક નિષ્ણાતો આ કરારને રશિયાના વિજય તરીકે નિહાળી રહ્યા છે તો અમુક લોકો આને પશ્ચિમની સિદ્ધિ માની રહ્યા છે, પરંતુ સૌથી વધુ તો વૈશ્વિક મંચ પર ભારતની વગ વધારવા માગતા મોદીનો વિદેશ નીતિમાં વિજય હતો.
વૈશ્વિક મંચ પર મોદી વૈશ્વિક નેતા તરીકે ઊભરી રહ્યા હોવાનું પ્રસારમાધ્યમે જણાવ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button