ઓડિશન વખતે ડિરેક્ટરે શરમજનક માગણી કરી હતીઃ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
મુંબઈ: બૉલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ સાથે કસ્ટિંગ કાઉચ (Casting Couch) થવાના અનેક કિસ્સાઓ બન્યા છે. અભિનેત્રીઓ પાસેથી ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર સેક્સ્યુઅલ ફેવરની માગણી કરતાં હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે.
તાજેતરમાં અભિનેત્રી મંદાના કરિમી (Mandana Karimi)એ બૉલીવૂડના એક જાણીતા ડિરેક્ટર પર કસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો અને ફિલ્મમાં રોલ અપાવવા માટે ડિરેક્ટરે તેની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હવે આ બાબતે તેણે હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
2018ના ભારત સાથે આખી દુનિયાના મી-ટુ મૂવમેન્ટની શરૂઆત થઈ હતી. આ દરમિયાન ફિલ્મ દુનિયાથી જોડાયેલા જાણીતા લોકો સામે જાતીય સતામણી કરવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ આરોપોમાં સૌથી વધુ જેનું નામ હતું તે ડિરેક્ટર સાજિદ ખાન. સાજિદ ખાન સામે અનેક મહિલાઓએ કસ્ટિંગ કાઉચનો આરોપ કર્યો હતો. હવે બિગ બોસ ફેમ અભિનેત્રી મંદાના કરિમીએ પણ સાજિદ ખાન સામે અનેક આરોપ કર્યા હતા.
આપણ વાંચો: બૉલીવૂડ ‘ક્વીન’ કંગનાએ મંડી બેઠક પરથી ઝુકાવ્યું
મંદાના કરિમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 2014માં ફિલ્મ ‘હમશકલ’માં મને એક રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ અંગે હું સાજિદ ખાનને મળવા ઓફિસમાં ગઈ હતી તે દરમિયાન તેણે મારા પર એક ગંદી કમેન્ટ પાસ કરી હતી.
મંદાના કરિમીએ કહ્યું હતું કે ફિલ્મ ‘હમશકલ’ માટે હું સાજિદ ખાનને મળવા તેના ઓફિસમાં ગઈ હતી. આ દરમિયાન તેણે મને કહ્યું કે આ રોલ માટે મને મારા કપડાં ઉતારવા પડશે અને જો મને ગમશે તો જ તને આ રોલ મળી શકશે એવું સાજિદે કહ્યું હતું. આ વાત સાંભળીનું હું ચોંકી ગઈ હતી અને તે ત્યાંથી બહાર નીકળી ગઈ હતી.
સાજિદ ખાન પર અભિનેત્રો પાસેથી રોલ આપવાના બદલામાં સેક્સ્યુઅલ ફેવરની માગણી કરવાના અનેક આરોપ કરવામાં આવ્યા હતા અને તે બાદ સાજિદ ‘બિગ બૉસ 16’માં જોવા મળતા મંદના કરિમીએ તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવ્યું તે પોતે એ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા નથી માગતી.
આપણ વાંચો: બૉલીવૂડની આ અભિનેત્રીઓ બની ચૂકી છે ‘ઉપ્સ’ મોમેન્ટનો શિકાર
‘બિગ બૉસ નવ’ની એક કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી મંદના કરિમીએ 2017માં બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કરી લીધા હતા પણ માત્ર ત્રણ મહિનામાં જ મંદનાએ તેના પતિ પર ડોમેસ્ટિક વાયલન્સના આરોપ કર્યા હતા અને બંને અલગ થઈ ગયા હતા.
મૂળ ઈરાનમાં જન્મેલી મંદના કરિમી એક એર-હોસ્ટ્રેસ તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને તે બાદ ટીવી એડમાં તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું. મંદના કરિમીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે ‘રોય’ અને ‘ક્યાં કુલ હૈ હમ થ્રી’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે અને ‘બિગ બૉસ’ સિઝન નવમાં તે એક સ્પર્ધક તરીકે પણ જોવા મળી હતી.