નેશનલ

નિફ્ટી પહેલી વખત 20,000ની સપાટીને સ્પર્શ્યો

સતત સાતમાં દિવસની આગેકૂચમાં સેન્સેક્સે પણ 67,000 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પહેલો દિવસ ઐતિહાસિક પુરવાર થયો હતો અને મુંબઇ સમાચારમાં સોમવારે વ્યકત કરેલી ધારણાં અનુસાર જ નિફ્ટીએ 20,000 પોઇન્ટની સપાટીને સ્પર્શ કરી લીધો હતો. જોકે, તે અવરોધક સપાટી હોવાથી સહેજ પાછો ફર્યો હતો. સેન્સેક્સ પણ તેની વિક્રમી સપાટીની નજીક પહોંચ્યો છે.
વૈશ્વિક બજારના કેટલાક નકારાત્મક પરિબળો અને વિવિધ મેક્રોઇકોનોમિક ડેટા અંગેની અનિશ્ચિતતાને કારણે 20,000 પોઇન્ટની સિદ્ધી માટે એવો અંદાજ રજૂ કર્યો હતો કે નિફ્ટી આ સપ્તાહની અંદર 20,000ની સિદ્ધિ હાંસલ કરી શકે છે, પરંતુ સપ્તાહના પહેલા જ દિવસે નિફ્ટીએ આ સ્તરની ઉપર જમ્પ લગાવીને રોકાણકારોને અચરજમાં મૂકી દીધાં હતા.
સતત સાતમાં દિવસની આગેકૂચમાં સેન્સેક્સે પણ 67,000 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી લીધી છે. જોકે, તે પોતાની લાઇફ ટાઇમ હાઇ સપાટીથી છેટો રહી ગયો હતો. બજારમાં તેજી રહી હોવા છતાં વિશ્લેષકો અનુસાર હજુ અનેક પડકારો છે. ઉપરાંત મેક્રો ઇકોનોમિક ડેટા કેવા આવે છે, તેની અંદરખાને ચિંતા પણ છે.
જી-20 સમિટની સફળતાથી પ્રોત્સાહિત સ્થાનિક રોકાણકારોની લેવાલીનો ટેકો મળવાથી શેરબજારમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં સારી લેવાલી રહી હોવાથી બંને બેન્ચમાર્ક ઝડપથી નવી વિક્રમી સપાટી તરફ આગળ વધ્યાં હતાં.
વિશ્વબજારના મિશ્ર સંકેતો હોવા છતાં, નિફ્ટી 19,900 પોઇન્ટની આસપાસ મજબૂત નોટ સાથે ખુલ્યો હતો અને સત્ર દરમિયાન આગેકૂચ ચાલુ રહી હતી. સત્રના અંતિમ કલાકમાં, નિફ્ટી ઇન્ડેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને 20,000ની સપાટી પણ વટાવી ગયો હતો. સેન્સેક્સ પણ 67,500 પોઇન્ટની સપાટી પાર કરી ગયો છે જોકે, તે 20 જુલાઈ, 2023ના રોજ સ્પર્શેલા તેના 67,619.17ની વિક્રમી ઊંચી સપાટીથી 492 પોઈન્ટ દૂર છે.
સત્ર દરમિયાન નિફટી 188.20 પોઇન્ટ અથવા તો 0.94 પોઇન્ટના ઉછાળા સાથે 20,008.15 પોઇન્ટને અથડાયા બાદ 20,000થી માત્ર ચારેક પોઇન્ટની નીચે રહીને અંતે 176.40 પોઇન્ટ અથવા તો 0.89 ટકાના સુધારા સાથે 19,996.35 પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. એ નોંધવું રહ્યું કે જુલાઈ 2023 બાદ નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે. અગાઉ આ આંકડો 19,995નો હતો.
જ્યારે સેન્સેકસ 573.22 પોઇન્ટ અથવા તો 0.86 પોઇન્ટના ઉછાળા સાથે 67,172.13 પોઇન્ટને અથડાયા બાદ અંતે 528.17 પોઇન્ટ અથવા તો 0.79 ટકાના સુધારા સાથે 67,127.08 પોઇન્ટ પર સ્થિર થયો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button