નવી દિલ્હી: ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024 Dates) જાહેર થઈ ગઈ છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે દેશના ઘણા ભાગોમાં મતદાન પણ થશે. દરમિયાન, જો તમારે તમારા લોકસભા મતવિસ્તારના ઉમેદવારો કોણ છે? (Know Your Candidate) તે કેટલો અમીર છે? અને તેના નામે કેટલી મિલકત છે? અને તેમની સામે કેટલા ફોજદારી કેસ નોંધાયેલા છે? તે જાણવું હોય તો આજે અમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ.
લોકસભા ચૂંટણીને લગતી કોઈપણ માહિતી મેળવવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પર જઈને ચૂંટણી પંચની વેબસાઈટ www.eci.gov.in (interlink કરશો https://www.eci.gov.in/) પર સર્ચ કરવું પડશે. આ પછી, જ્યારે પેજ ખુલશે, ત્યારે ઘણા ઓપ્શન દેખાશે, જેમાંથી તમારે ઇલેક્ટર્સ ઓપ્શન પર ક્લિક કરીને આગળ વધવું પડશે. ત્યારપછી એક નવું પેજ ખુલશે, પેજની નીચે જતા જ તમારે Know Your Candidate નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી તમે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી આ ખાસ APP ડાઉનલોડ કરી શકશો.
ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાની આ ખાસ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે આ એપમાં આવનારી ચૂંટણીઓ પસંદ કરવાની રહેશે. આ પછી તમારે તમારા વિસ્તારની માહિતી જેમ કે રાજ્ય, જિલ્લા અને લોકસભા સીટ ભરવાની રહેશે.
આ પછી, તમે તમારા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો વિશેની દરેક માહિતી જોઈ શકશો અને જો તમને ઉમેદવારની કોઈપણ માહિતી વિશે શંકા છે, તો તમે તેના વિશે સીધી ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી શકો છો.
ચૂંટણી પંચની KYC એપ દ્વારા, તમે ઉમેદવારે ઉમેદવારી નોંધાવતી વખતે ચૂંટણી પંચ સાથે શેર કરેલી તમામ માહિતી જોઈ શકશો. KYC એપ IOS અને Android બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને કોઈપણ વ્યક્તિ આ એપને ડાઉનલોડ કરીને માહિતી મેળવી શકે છે.