આપણું ગુજરાત

નો રિપીટ થિયરીથી સ્થાનિક આગેવાનોમાં રોષ છે, પરંતુ નિરાકરણ થશે: નીતિન પટેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ પૈકીના એક એવા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ખૂદ બે વર્ષ પહેલા નો રિપીટનો ભાગ બનીને કોરાણે ધેકેલી દેવામાં આવ્યાં છે, પરંતુ આ થિયરી ભાજપ દ્વારા મનપા અને નગરપાલિકાના પદાધિકારીઓની વરણીમાં પણ જારી રહ્યાં બાદ તાજેતરમાં જ ભાજપના સિનિયર સાંસદ મનુસુખ વસાવાએ બળાપો કાઢ્યાં બાદ હવે નીતિન પટેલે પણ ધીમાં સ્વરે નારાજગી વ્યક્ત કરી છે. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, નો રિપીટ થિયરીથી સ્થાનિક નેતાઓમાં રોષ છે પરંતુ ભાજપ હાઇકમાન્ડ તેનું નિરાકરણ કરશે.
પટેલે વધુમાં કહ્યું હતું કે, નો રિપીટ થિયરીને કારણે કેટલાક પદાધિકારીઓને પડતા મૂકવામાં આવી શકે છે. આવા પક્ષના સંનિષ્ઠ કાર્યકરોમાં પદને લઈને થોડો અસંતોષ ચોક્કસપણે હશે પરંતુ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ એક પદ પર એક વખત રહી ચૂકેલી વ્યક્તિને ફરી સત્તાનુ સુકાને ન સોંપવું તેવી સાર્વત્રિક નીતિ અમલમાં છે ત્યારે સ્થાનિક આગેવાનોમાં નો રીપીટ થિયરીને કારણે રોષ જોવા મળશે, પરંતુ તેનો યોગ્ય સમયે પક્ષ ચોક્કસપણે નિરાકરણ પણ કરી લેશે.
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આગામી લોકસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પદાધિકારીઓની નિમણૂકને લઈને તેમણે નિવેદન આપ્યું હતું. આગામી દિવસોમાં પક્ષ તમામ મોરચે સફળતા પ્રાપ્ત કરશે તેવો આશાવાદ વ્યસ્ત કર્યો છે.
શ્રાવણ મહિનાનો અંતિમ સોમવારે સોમનાથ મંદિર પરિસર રાજકીય ગતિવિધિથી ભરપૂર કાર્યક્રમની વચ્ચે વ્યસ્ત જોવા મળ્યુ હતું. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સોમનાથ મહાદેવના પરિવાર સાથે દર્શન કર્યા હતા. દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યારે બપોરના સમયે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને વર્તમાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તેમની પુત્રી સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યાં હતાં. ત્યારે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર દર્શનની સાથે રાજકીય ગતિવિધિભર્યો જોવા મળ્યો હતો. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત