ટોપ ન્યૂઝનેશનલ

Kejriwal Arrest: જર્મની અને USA બાદ હવે UNએ પણ ભારતમાં મુક્ત ચૂંટણી પ્રક્રિયા અંગે ટીપ્પણી કરી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા ભારતમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ પર દુનિયા દેશોની નજર છે. ચૂંટણી પહેલા જ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ(Arvind Kejriwal Arrest) અંગે જર્મની(Germany) અને યુએસ(US)ની ટીપ્પણી બાદ હવે યુનાઇટેડ નેશન્સ(United Nations)એ પણ ભારતમાં લોકશાહી પ્રક્રિયા અંગે નિવેદન આપ્યું છે. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી-જનરલના પ્રવક્તાએ કહ્યું કે વિશ્વને આશા છે કે દરેક વ્યક્તિ (ભારત)દેશની સંસદીય ચૂંટણીમાં મુક્ત અને ન્યાયીક વાતાવરણ રીતે મતદાન કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અંગે આગાઉ જર્મની અને યુએસની ટીપ્પણીનો ભારત વિરોધ નોંધાવી ચુક્યું છે. ભારતે આ ટીપ્પણીઓને દેશની આંતરિક બાબતમાં દાખલ ગણાવી હતી અને વિદેશ મંત્રાલયે બંને દેશોના રાજદ્વારીઓને જવાબ આપવા સમન્સ પાઠવ્યા હતા.

લોકસભાની ચૂંટણી પહેલા ભારતમાં રાજકીય અશાંતિ અંગેના આક્ષેપો વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે કહ્યું કે, “અમે આશા રાખીએ છીએ કે ભારતમાં, અન્ય લોકશાહી દેશની જેમ ભારતમાં ચૂંટણી દરમિયન રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારો સુરક્ષિત છે. અમને આશા છે કે દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયીક વાતાવરણમાં મતદાન કરી શકશે.”

અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ચૂંટણી પહેલા વિપક્ષ કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના આરોપો પર યુનાઇટેડ સ્ટેટ્સએ બે વખત ટિપ્પણી કરી છે. સોમવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વાજબી કાયદાકીય પ્રક્રિયા થાય એવી આશા રાખીએ છીએ. જેની સામે ભારત તરફથી સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, નવી દિલ્હીમાં કાર્યકારી યુએસ ડેપ્યુટી ચીફ ઓફ મિશનને જવાબ આપવા વિદેશ મંત્રાલયના કાર્યકાયમાં બોલાવવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. તેના પર અભિપ્રાય આપવો ગેરવાજબી છે.”

ત્યાર બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમને નથી લાગતું કે કોઈએ તેની સામે વાંધો ઉઠાવવો જોઈએ. દરેક મુદ્દા માટે વાજબી, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયાઓ થવી જોઈએ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button