ટોપ ન્યૂઝનેશનલ

‘ભારતમાં બાળક જન્મતાની સાથે AI બોલે છે’, PM મોદી- બિલ ગેટ્સની મુલાકાતની રસપ્રદ વાતો…

નવી દિલ્હી: ભારતની મુલાકાતે આવેલા સોફ્ટવેર જાયન્ટ કંપની માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ(Bill Gates)એ દિલ્હી સ્થિત વડા પ્રધાનના નિવાસસ્થાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સાથે મૂલાકાત કરી હતી. આ મુલાકાતમાં બંને વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી માંડીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવાના પ્રયાસો વિશે વિસ્તૃત ચર્ચા થઇ હતી.

બિલ ગેટ્સે ભારતીયોની ટેક્નોલોજીને ઝડપથી અપનાવવાની અને લોકો માર્ગદર્શિત કરવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી. આ દમિયાન વડા પ્રધાન મોદીએ નમો એપ પર ફોટો બૂથનો ઉપયોગ કરીને માઇક્રોસોફ્ટના બોસ બિલ ગેટ્સને સેલ્ફી લેવા માટે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સે ભારતની યજામાની હેઠળ યોજાયેલી G-20 સમિટ 2023 અંગે પણ ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું કે G-20 સમિટ પહેલા અમે વ્યાપક ચર્ચા કરી હતી અને તમે જોયું હશે કે સમિટની કાર્યવાહીમાં ઘણા વળાંક આવ્યા હતા. હું માનું છું કે હવે આપણે G-20 ના મુખ્ય ઉદ્દેશ્યો સાથે જોડાઈ ગયા છીએ, અને તેને મુખ્ય પ્રવાહ બનાવી રહ્યા છીએ. બિલ ગેટ્સે કહ્યું કે ભારતને G-20 સમિટની યજમાની કરી રહ્યું છે તે જોઈને ખૂબ આનંદ થયો.

ભારતમાં ડિજિટલ ક્રાંતિ વિશે વાત કરતા વડા પ્રધાને કહ્યું, “ઇન્ડોનેશિયામાં G-20 સમિટ દરમિયાન વિશ્વભરના પ્રતિનિધિઓએ ભારતમાં ડિજિટલ ક્રાંતિ વિશે રસ દાખવ્યો હતો. મેં તેમને સમજાવ્યું કે મોનોપોલીને રોકવા માટે અમે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું છે. ટેકનોલોજી લોકો દ્વારા અને લોકો માટે છે.”

બિલ ગેટ્સે ભારતની પ્રશંસા કરતા અને કહ્યું કે દેશમાં “ડિજિટલ સરકાર, ભારત માત્ર ટેક્નોલોજીને અપનાવી રહ્યું નથી પરંતુ તે દુનિયાનું માર્ગદર્શન કરી રહ્યું છે.”

વડા પ્રધાને બિલ ગેટ્સને જણાવ્યું કે G20 સમિટ 2023 દરમિયાન AIનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો. તેણે એ પણ કહ્યું કે કાશી તમિલ સંગમમ ઇવેન્ટ દરમિયાન AI નો ઉપયોગ કરીને તેમના હિન્દી ભાષણનો તમિલમાં અનુવાદ કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું, “ઈતિહાસ જોઈએતો પહેલી અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન અમે પાછળ રહી ગયા કારણ કે અમારો દેશ વિદેશી સત્તાના કબજા હેઠળ હતો. હવે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ડિજિટલ ઈલેમેન્ટ તેના મૂળમાં છે. મને વિશ્વાસ છે કે ભારતને મોટો ફાયદો થશે. આજે AI ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક, હું મજાકમાં કહું છું કે અમારા દેશમાં અમે માતાને ‘આઈ’ કહીએ છીએ. હવે હું કહું છું કે જ્યારે ભારત બાળકનો જન્મ થાય છે ત્યારે તે ‘આઈ’ ની સાથે સાથે AI પણ બોલે છે.”

આ ઈન્ટરવ્યુંમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સ ભારતમાં ડિજિટલ ક્રાંતિ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. વડા પ્રધાને બિલ ગેટ્સને ‘નમો ડ્રોન દીદી’ યોજના વિશે માહિતી આપી હતી. વડા પ્રધાને કહ્યું કે જ્યારે હું દુનિયામાં ડિજિટલ ડિવાઈડ વિશે સાંભળતો હતો ત્યારે મને લાગતું હતું કે હું મારા દેશમાં આવું કંઈ નહીં થવા દઉં. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ એક મહત્વની જરૂરિયાત છે. ભારતમાં મહિલાઓ નવી ટેકનોલોજી અપનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે મેં ‘નમો ડ્રોન દીદી’ યોજના શરૂ કરી છે. તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ દિવસોમાં જ્યારે હું તેમની સાથે વાત કરું છું, ત્યારે તેઓ બધા ખુશ છે. તે કહે છે કે તેને સાઇકલ ચલાવવાનું આવડતું નહોતું પરંતુ તે હવે પાઇલટ છે અને ડ્રોન ઉડાવી શકે છે. ધીરે ધીરે માનસિકતા બદલાઈ ગઈ.

ક્લાઈમેટ ચેન્જ મુદ્દે વાત કરતા બિલ ગેટ્સે વડા પ્રધાનને સવાલ પૂછ્યું કે ભારતનો ઈતિહાસ હંમેશા પર્યાવરણને અનુકૂળ રહ્યો છે. આપણે આને વર્તમાન સમય સાથે કેવી રીતે જોડી શકીએ? વડા પ્રધાને કહ્યું કે મારું જેકેટ રિસાઇકલ મટિરિયલથી બનેલું છે. તેમણે કહ્યું કે અમે વિકાસના માપદંડોને ક્લાઈમેટ ફ્રેન્ડલી બનાવ્યા હતા.

કોરોનાકાલ દરમિયાન વેક્સીન બનાવવા અને તેને દેશ અને દુનિયાના વિવિધ દેશોમાં પહોંચડવા અંગેના બીલ ગેટ્સના પ્રશ્ન પર વડા પ્રધાને કહ્યું કે લોકોને શિક્ષિત કરવા જોઈએ અને તેમને સાથે લઈ ચાલવું જોઈએ. આ સરકાર વિરુદ્ધ વાયરસની લડાઈ નથી, પરંતુ જીવન વિરુદ્ધ વાયરસની લડાઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button