મનોરંજન

અનન્યા પાંડેને ઓનસ્ક્રીન આ સ્ટાર્સની કેમેસ્ટ્રી પસંદ પડી, જાણો કોણ છે?

મુંબઈ: ટૂંક સમયમાં ફિલ્મોમાં મેળવેલી પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રી અનન્યા પાંડે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. અનન્યા પાંડે અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે રિલેશનમાં હોવાની ચર્ચા હતી અને તેમના વેકેશન દરમિયાન એકબીજાને હગ કરતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી તેમ જ અનન્યા અને આદિત્ય અનેક વખત એકસાથે ડેટ પર જોવા મળ્યા હતા.

હાલમાં અનન્યાને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ આદિત્યની ફિલ્મ ‘આશિકી-ટૂ’માં તેની અને શ્રદ્ધા કપૂરની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રીના વખાણ કર્યા હતા. અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે તેની પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી લાઇમલાઇટમાં આવી હતી અને તેને બેસ્ટ ડેબ્યૂનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.

અનન્યાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. આ સાથે અનન્યાએ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી બાબતે પણ પોતાના વિચારો જણાવ્યા હતા.

અનન્યાએ કહ્યું હતું કે બોલીવુડનું સુપરહિટ ઓન સ્ક્રીન કપલ આદિત્ય અને શ્રદ્ધા વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમે છે. શ્રદ્ધા અને આદિત્યએ ફિલ્મ ‘આશિકી-ટૂ’માં જે કર્યું હતું તે તેમના સિવાય બીજું કોઈ પણ કરી શક્યું નહોતું. આ બંનેની જોડી અને ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીએ આ ફિલ્મને હીટ બનાવી હતી.

અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી. અનન્યાની આ ફિલ્મે અર્જુન વરૈન સિંહે ડિરેક્ટ કરી હતી જેને લોકોએ પોઝિટિવ રિવ્યુ આપીને અનન્યાના વખાણ પણ કર્યા હતા. આ ફિલ્મ થિયેટરને બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલીઝ કરવામાં આવી હતી અને હવે અનન્યા તેમની આગામી ફિલ્મ ‘કંટ્રોલ’માં જોવા મળવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button