વકીલોના પત્ર મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર તાક્યું નિશાન, જયરામ રમેશે કરી ટીકા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દેશમાં હીટવેવની સાથે રાજકારણ ગરમાવા લાગ્યું છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરવાની સાથે ઉમેદવારીપત્રો ભરવા લાગ્યા છે ત્યારે આજે સિનિયર એડવોકેટ હરિશ સાલ્વે અને પિંકી આનંદ સહિત દેશના 600થી વધુ વકીલે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને એક પત્ર લખ્યો છે, જેમાં એક વિશેષ જૂથ દેશમાં ન્યાય પ્રણાલીને નબળી પાડવા માટે એકત્ર થઈ છે, જ્યારે આ અહેવાલ મુદ્દે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર નિશાન તાક્યા પછી તેમના પર કોંગ્રેસે પણ પીએમની ટીકા કરી હતી.
આ પત્ર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર ટીકા કરી હતી. બીજાને ડરાવવા-ધમકાવવાની કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. તે માત્ર પાંચ દાયકા પહેલા જ તેમણે પ્રતિબદ્ધ ન્યાયતંત્ર માટે હાકલ કરી હતી. તેઓ નિર્લજજ્તાથી પોતાના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા માગે છે, પરંતુ તેમની પાસે નથી. દેશ પ્રત્યેની કોઈ પ્રતિબદ્ધતાથી બચી રહી છે. 140 કરોડ ભારતીય તેમને સ્વીકારતું નથી એનું આશ્ચર્ય પણ નથી.
આપણ વાંચો: કેજરીવાલ જેલમાં જતા સંજય રાઉતે ફરી પીએમ મોદી પર તાક્યું નિશાન
પીએમ મોદીના ટવિટનો કોંગ્રેસે પણ જોરદાર જવાબ આપ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક્સ પર લખ્યું હતું કે હમણા જ સુપ્રીમ કોર્ટે વડા પ્રધાનને અનેક ઝટકા આપ્યા છે. ઈલેક્ટોરલ બોન્ડની યોજના એનું એક ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય કહ્યું છે અને હવે એ વાત સ્પષ્ટ બની ગઈ છે ઈલેક્ટોરલ બોન્ડ કંપનીઓ ભાજપને દાન આપવા માટે દબાણ લાવીને બ્લેકમેલ અને ધમકી આપે છે.
અહીં એ જણાવવાનું કે આજે 600થી વધુ વકીલોએ સીજેઆઈને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે આ ખાસ ગ્રુપનું કામકાજ કોર્ટના નિર્ણયને અસર કરવા માટે દબાણ લાવવાનો છે. ખાસ કરીને એવા લોકો છે જે કાં તો નેતાઓ છે અને તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે આ બધાની કામગીરી દેશની લોકશાહી અને ન્યાયિક પ્રક્રિયાના વિશ્વાસ માટે ખતરો છે.
પત્ર લખનારા વરિષ્ઠ વકીલમાં હરિશ સાલ્વે, પિંકી આનંદ, મનન કુમાર મિશ્રા, હિતેશ જૈન વગેરે જાણીતા વકીલનો સમાવેશ થાય છે. આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ન્યાયતંત્રની સંપ્રભુતા અને સ્વાયત્તતા પર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.