આ ભૂલોને કારણે ગોવિંદાની ફિલ્મી કારકિર્દી પર થઈ હતી અસર…
મુંબઈ: બૉલીવૂડના ‘રાજા બાબુ’ અને ચિચિ તરીકે ઓળખાતા અભિનેતા ગોવિંદા 90ના દાયકાની ફિલ્મોમાં સૌથી પ્રખ્યાત નામ બન્યું હતું. પોતાના ડાન્સ મુવ્સ અને કોમેડી રોલથી લોકોને પોતાના દિવાના બનાવનાર ગોવિંદાએ અનેક સુપરહિટ ફિલ્મો કર્યા બાદ તેમને અચાનકથી કામ મળવાનું બંધ થઈ ગયું હતું અને તે બાદ ગોવિંદાએ રાજકારણમાં પણ એન્ટ્રી કરી હતી. તો જાણીએ શું હતા તે કારણ જેને લીધે ચિચિને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું.
90ના દાયકમાં ટોચના અભિનેતા ગિવિંદાની ફિલ્મો જે રીતે હીટ બની હતી તે રીતે તેમનું રાજકારણ કરિયર ફ્લોપ રહ્યું હતું એમ કહી શકાય. તેમ જ એકપછી એક હીટ ફિલ્મો આપ્યા છતાં ગોવિંદાને અનેક કારણોને લીધે ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું. ગોવિંદા તેમના કરિયરની પિક પર હતા તે સમયે તેમણે એક સાથે અનેક ફિલ્મો સાઇન કરી હતી. જેને લીધે તેઓ શૂટિંગ પર પણ મોડા આવતા હતા. આ વાતને લીધે તેમની સાથે કામ કરી રહેલા લોકોને પણ તકલીફ પડતી હતી.
આ પણ વાંચો : ‘હિરો નંબર વન’ની રાજકારણમાં સેકન્ડ ઇનિંગ શરૂ, શિંદે સેનામાં એન્ટ્રી
એક અહેવાલ મુજબ ગોવિંદાએ ‘પાર્ટનર’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને વચ્ચે પક્કી દોસ્તી પણ થઈ હતી, પણ સલમાને ગોવિંદાના દીકરાને ફિલ્મોમાં લોન્ચ કરવાનું કહી તેને લોન્ચ ન કરતાં બંને વચ્ચે અનેક વિવાદ થયા હતા, જેની અસર ગોવિંદાના કરિયર પર થઈ હતી. આ સાથે ગોવિંદા પરિણીત હોવા છતાં ફિલ્મો દરમિયાન અભિનેત્રીઓ સાથે રિલેશન અને અફેરમાં હોવાની ચર્ચાને લીધે તેમની પ્રસિદ્ધિ ઘટી ગઈ હતી. આ સાથે અનેક બીજા પણ કારણો છે જેને લીધે ગોવિંદા આ નામ ફિલ્મ નિર્માતા વચ્ચે ના પસંદ બન્યું હતું.
આ પણ વાંચો : ગોવિંદા સાથે આજે બોલીવૂડની બે બહેનો પણ કરશે CM Shindeની શિવસેનામાં પ્રવેશ?
અમિતાભ બચ્ચનની જેમ ગોવિંદાએ પણ રાજકારણમાં પોતાનું નસીબ આજમાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ ફ્લોપ રહ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદા શિવસેના એકનાથ શિંદે જૂથમાં જોડાઈને મુંબઈની સીટ પરથી ચૂંટણી લડશે એવી ચર્ચા હતી. આ બધી ચર્ચા વચ્ચે ગોવિંદા શિંદે જૂથમાં જોડાયા છે અને તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈની સીટ પર ચૂંટણી લડશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.