મારી ક્ષમાપનામાં Speed Breaker : Blaming
પર્યુષણ વ્યાખ્યાનમાળા – નમ્રવાણી
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપના દ્વારા આત્મશુદ્ધિ કરવાનો કલ્યાણકારી અવસર!
સંવત્સરીની ક્ષમાપના ત્યારે જ સાર્થક થાય, જ્યારે એક એક અવગુણોની વિશુદ્ધિ થાય.
ક્ષમાપનામાં પહેલું speed breaker આવે blaming–આક્ષેપનું!
આક્ષેપ કરનાર વધારે દુ:ખી થાય કે જેના પર આક્ષેપ થાય, તે વધારે દુ:ખી થાય?
તમારી દૃષ્ટિમાં જેના પર આક્ષેપ થાય તે વધારે દુ:ખી થાય, પણ જૈનદર્શન કહે છે, આક્ષેપ કરનાર વધારે દુ:ખી થાય કેમ કે, આક્ષેપ કરનારને અંતો ક્રોડાક્રોડ સાગરોપમનાં કર્મો બંધાય છે, એટલે જ્યાં સુધી એના ઉપર અનેકો વાર આક્ષેપ ન થાય ત્યાં સુધી તેનાં તે કર્મો ક્ષય ન થાય.
એવું નથી કે મોટા મોટા આક્ષેપોને જ આક્ષેપ કહેવાય, નાની નાની વાતમાં પણ આક્ષેપ થતા હોય છે જેમ કે, એણે મારી વ્યવસ્થા બરાબર નથી કરી, મારા shirt નું button ટાંક્યું નથી, મારી આવી ક્યાંક મૂકી દીધી છે, વગેરે…
ક્યારેક નાની નાની વાતોના આક્ષેપ પણ બહુ મોટાproblems તરફ લઈ જતા હોય છે.
‘આ પર્યુષણમાં મારે મારી આક્ષેપ કરનારી દૃષ્ટિને change કરવી છે.’
મારે બીજાની ભૂલો જોવાના, બીજાને blame કરવાના મારા અવગુણને વિશુદ્ધ કરવો છે.
અજ્ઞાની હંમેશાં બીજાની ભૂલને શોધી એની પર blame કરે, જ્યારે જ્ઞાની હંમેશાં સ્વયંનાં કર્મોને જુએ.
આખી દુનિયા અરીસાઘર છે:
એક દિવસ એક આદિવાસી એના દીકરા અને દીકરીને લઈને મોટા શહેરમાં આવ્યો. એક amusement parkમાં ગયાં, ત્યાં એક અરીસાઘર હતું. પહેલાં દીકરો એ અરીસાઘરમાં ગયો. ત્યાં એક સાથે હજાર પ્રતિબિંબ દેખાય એવા mirrors હતા. તેણે જોયું, અરે! અહીં તો કેટલા બધા લોકો છે!
દીકરાએ ક્યારેય પોતાનો ચહેરો જોયો જ ન હતો, એટલે તેને ખબર જ ન હતી કે, આ મારું reflection છે. દીકરાએ smile કર્યું, એ હજારે સામે smile કર્યું. દીકરાના હાથમાં એક ફૂલ હતું, તેણે ફૂલ આપ્યું. સામે એક હજાર ફૂલ તેને આપતાં હોય એવું તેણે અનુભવ્યું. તે ખૂબ ખુશ થઈ ગયો અને બહાર આવી કહ્યું, અંદરમાં બધા ખૂબ જ સારા અને smiling છે.
હવે દીકરી અંદર ગઈ, તેણે પણ હજાર લોકોને અંદર જોયા. પણ બન્યું એવું કે એ જ સમયે એના ગાલ ઉપર એક મચ્છર કરડી ગયું, ગુસ્સામાં તેણે પોતાના ગાલ ઉપર મચ્છર ઉડાડવા હાથ ઊંચો કર્યો સામે હજાર હાથ ઊંચા થયા.
દીકરી એકદમ ડરી ગઈ, ગભરાઈ ગઈ. એણે બીજીવાર હાથ ઊંચો કર્યો, સામે હજાર હાથ ઊંચા થયા. તે તરત જ બહાર આવી અને કહ્યું, અંદર બધા બહુ ખરાબ લોકો છે, બધા મને મારવા તૈયાર હતા.
આ દુનિયા આવું જ અરીસાઘર છે.
જ્યારે તમે પ્રેમ આપો છો ત્યારે તમને હજાર ગણો પ્રેમ મળે છે. એક આક્ષેપ કરો છો તો એક હજાર આક્ષેપ મળે છે. તમને લાગે કે, કોઈ તમારા પર આક્ષેપ કરે છે પણ ના! તમને, તમારું જ reflection મળે છે.
આક્ષેપ કરવાનું કારણ કદાચ તમારું અજ્ઞાન હોઈ શકે, પણ આક્ષેપ થવાનું કારણ તો તમે જ ભૂતકાળમાં તમારા જ વાવેલા આક્ષેપ હોય છે.
આક્ષેપથી બચવા શું કરવું જોઈએ?
આક્ષેપથી બચવાનો ઉપાય છે, acceptance, સ્વીકારભાવ!
મોટાભાગની વ્યક્તિઓ બીજાએ કરેલા આક્ષેપોના ભારને મગજમાં લઈને જીવતા હોય છે અને એ ભારના કારણે એમનો ચહેરો પણ હંમેશાં ભારવાળો જ હોય, મૂરઝાયેલો જ હોય!
મૂરઝાયેલા ચહેરાને મુસ્કુરાતો ચહેરો કરવો, એ જ તો હોય છે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનું કર્તવ્ય !
પર્વાધિરાજ સંદેશ આપે છે, બધા સાથે પ્રેમથી, બધા સાથે મૈત્રીભાવથી, સદ્ભાવથી રહો અને મન-મગજમાં કોઈ પણ પ્રકારના આક્ષેપનો ભાર ભર્યો હોય, તો તેને ખાલી કરી નાખો. જો આ પર્યુષણમાં મગજનો ભાર હળવો નહીં થાય તો આવતા પર્યુષણમાં એ ભાર વધી જશે.
અનુપ્રેક્ષા કરો, તમારા આક્ષેપો કેવા છે?
Gun જેવા કે machine gun જેવા ?
અજ્ઞાની machine gun લીક્ષ જેવા હોય અને જ્ઞાની gun જેવા પણ ન હોય.
આજે આક્ષેપનું પ્રતિક્રમણ કરો, મેં gunની જેમ કે machine gunની જેમ કેટલા પર કેવા કેવા blame કર્યા છે? કોના કોના આક્ષેપોના reactions આપીને, એના ઉપર ખોટા આક્ષેપો કર્યા છે? એણે તો સાચો આક્ષેપ કર્યો હતો, પણ એ દુ:ખ મારાથી સહન ન થયું એટલે મેં એના પર ખોટો આક્ષેપ કર્યો હતો. એક એક આક્ષેપોને યાદ કરી, એનું પ્રતિક્રમણ કરો,
પર્વાધિરાજ બીજો સંદેશ આપે છે કે, ‘વાર’ કરતાં પહેલાં ‘વાર’ લગાડવી.
અર્થાત્ વાર એટલે કે પ્રહાર. કોઈના પર શબ્દોનો, આક્ષેપનો પ્રહાર કરતાં પહેલાં વાર લગાડવી અર્થાત્ થોડો સમય ધીરજ રાખવી, થોડીpatience રાખવી, જેથી બધું શાંત થઈ જાય.
ક્યારેક આપણું ભલું કરવાવાળા પણ આપણને ભલા નથી લાગતા. આપણું હિત કરવાવાળા હોય પણ આપણને hate કરવાવાળા લાગતા હોય છે.
જગતમાં તમને કોઈ અન્યાય કરી શકે તેમ નથી. તમારાં જ કર્મોનો તમને ન્યાય મળે છે. જગતમાં કોઈ તમારા પર આક્ષેપ નથી કરતું, તમે pastમિાંં કરેલા આક્ષેપનું પરિણામ જ આક્ષેપરૂપે મળે છે. છતાં મનમાં એ આક્ષેપ મહિનાઓ અને વર્ષો સુધી કાંટાની જેમ ખૂંચતો હોય છે.
મન-મગજમાં ખૂચતા એ દ્વેષના, એ અણગમાના કાંટાને કાઢવા માટે હોય છે, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ!
આપણું brain આક્ષેપોની factory બની હંમેશાં blame કરતું જ રહે છે અને એ blameનું production જ્યારે બહુ વશલવ થઈ જાય, ત્યારે એ blame lastdp„ flame બની જાય છે, જે સ્વયંને પણ બાળે અને અન્યને પણ બાળે!
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તમારી જીભને sugar factory બનાવવા આવ્યા છે, પણ એ ત્યારે જ બને જ્યારે તમારું મગજ ice factory હોય!
આક્ષેપ કરવાવાળા ક્યારેય સુખી થતા નથી અને ક્ષમા આપવાવાળા સુખી થયા વિના રહેતા નથી.
ભૂતકાળના આક્ષેપોની કરો ક્ષમાપના
તમારા મનમાં, ચિત્તમાં, હૃદયમાં, આત્મ પ્રદેશમાં જેના-જેના માટે અન્યાયની feelings હોય, અને એ અન્યાયના કરાણે એને blame કરતાં હો, તો આજે આ મારાં જ કર્મોનું ફળ છે, એમ માનીને ક્ષમાપના કરી લો.
તમારા બધા blame, બધા આક્ષેપો, અણગમો, દુર્ભાવ અને negativityને ‘‘delete for all’’ કરી હળવા અને પ્રસન્ન થઈ જાઓ.
કેમ કે, જ્યાં પ્રસન્નતા હોય, ત્યાં પરમાત્માનો વાસ હોય!
જ્યાં અણગમો હોય, ત્યાં અરિહંત ક્યારેય ન પધારે! જ્યાં દ્વેષ હોય, ત્યાં સિદ્ધત્વની શરૂઆત પણ ન હોય!