SBI Debit Card Holders માટે આવ્યા Important News, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
SBI Debit Card Holders માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. State Bank Of India દ્વારા ગ્રાહકોને મોટો આંચકો આપતા ડેબિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા ફેરફારો પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે. મળી રહેલી માહિતી પ્રમાણે SBI દ્વારા ડેબિટ કાર્ડના મેઈન્ટેનન્સ ચાર્જમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ એક વાતની રાહત એ છે કે આ ફેરફાર બધા જ ડેબિટ કાર્ડ યુઝર્સ માટે નથી કરવામાં આવ્યા. હાલમાં SBI પાસે 45 કરોડધી વધુ ગ્રાહકો છે.
SBI દ્વારા ડેબિટ કાર્ડ સંબંધિત ફી બાબતે એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. એટલે કે ડેબિટ કાર્ડ રિપ્લેસમેન્ટ, ડુપ્લીકેટ પિન અને ઈન્ટરનેશનલ લેવડ-દેવડ જેવી સર્વિસ સમાટે હવે બેંકને ફી ચૂકવવી પડશે. યર્લી મેઈન્ટેનન્સ ફી સિવાય હવે SBI ડેબિટ કાર્ડ પર 18 ટકા GST લાગૂ કરવામાં આવશે.
દાખલા તરીકે જો તમારી યર્લી મેઈન્ટેનન્સ ફી 125 રૂપિયા છે તો હવે તેમાં GST પણ ઉમેરવામાં આવશે. ક્લાસિક, સિલ્વર, ગ્લોબલ, કોન્ટેક્લેસ ડેબિટ કાર્ડ માટે પહેલાં 125 રૂપિયાની ફી ભરવી પડતી હતી પણ હવે તેની ફીમાં વધારો કરવામાં આવ્યો 200 રૂપિયા ચૂકવવા પડશે.
આપણ વાંચો: Important News Alert: State Bank Of Indiaમાં છે તમારું Account? તો પહેલાં આ વાંચી લો…
યુવા ગોલ્ડ કોમ્બો ડેબિટ કાર્ડ માટે પહેલાં 175 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી, પણ હવે તેના માટે 250 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે પ્લેટિનમ ડેબિટ કાર્ડ માટે 250 નહીં પણ 325 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પ્રાઈમ પ્લેટિનમ બિઝનેસ ડેબિટ કાર્ડ 350 રૂપિયાને બદલે 425 રૂપિયા ચૂકવવા પડશે. એટલું જ નહીં તો પહેલી એપ્રિલ, 2024થી અમુક ક્રેડિટ કાર્ડ માટે મળનારા રિવોર્ડ પોઈન્ટ્સ પણ બંધ કરવામાં આવશે.
ડેબિટ કાર્ડ રિપ્લેટ કરવા માટે 300 રૂપિયા અને GST આપવી પડશે. ડુપ્લિકેટ પીન કે પીન જનરેટ કરવા માટે 50 રૂપિયા ફી અને જીએસટી ચૂકવવું પડશે. આ સિવાય ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન અને સર્વિસ માટ પણ ફી ચૂકવવી પડશે. ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બેલેન્સ ચેક કરવા માટે 25 રૂપિયા ચૂકવવા પડશે.
પોઈન્ટ ઓફ સેલ (PoS) કે ઈ કોમર્સ સર્વિસનો ઉપયોગ કરવા માટે GST સાથે 3 ટકા ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે. આ બધા ટ્રાન્ઝેક્શન પર 18 ટકા GST લાગશે. પહેલી એપ્રિલથી આ બધા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે.