નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જાણી લો મોટા ન્યૂઝ, ‘આ’ વર્ષે તૈયાર થશે
મુંબઈઃ હાલ મુંબઈમાં માત્ર એક જ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ ફલાઈટની સાથે કાર્ગોના ટ્રાફિકનું પણ ભારણ છે. જોકે, આ ટ્રાફિકને ઓછો કરવા માટે પ્રશાસન દ્વારા આગામી એકાદ વર્ષમાં નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ શરુ કરવામાં આવશે.
સિડકો (City and Industrial Development Corporation)એ 2007માં મુંબઈ મેટ્રોપોલિટન રિજનના બીજા ઈન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની દરખાસ્ત મુકી હતી. નવી મુંબઈમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે પ્લાનિંગ એજનિસએ 1160 હેક્ટરનો વિસ્તાર પણ ફાઈનલ કર્યો હતો. એનવાયર્મેન્ટલ ક્લિયરન્સ અને લેન્ડ એક્વિઝન્સ જેવી ઘણા બધા અવરોધો બાદ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ)ને ધીમે-ધીમે કામકાજ પૂર્ણતાને આરે લઈ જવામાં આવશે. આ મુદ્દે સિડકોએ પ્રસ્તાવિત એરપોર્ટના પ્રોજેક્ટનું કામકાજ 63 ટકા પૂર્ણ થવાની સાથે 2025માં 31 માર્ચ સુધી કાર્યરત થઈ જવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: PM Modi: ‘મોદી નોખી માટીનો માણસ છે…’, વડા પ્રધાન મોદીએ 15 એરપોર્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
હાલમાં પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. સિડકોના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે સિડકોએ તમામ પ્રિ-ડેવલપમેન્ટના કાર્યો પૂર્ણ કર્યાં છે. જેમ કે પોતાની જમીનની વ્યવસ્થા કરી આપવાની સાથે રિવર-ડાઈવર્ઝન આપ્યું અને વિજળી માટે પણ એકસ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લગાવ્યા અને હવે તેને ખાનગી કંપનીને એરપોર્ટના બાંધકામ માટે હેન્ડઓવર કર્યું છે. ત્યારે હવે શરૂ કર્યાથી અત્યાર સુધીમાં 63 ટકા ઓવરઓલ ફિઝિકલ પ્રોગ્રેસ જોવા મળે છે.
હાલના તબક્કામાં ટર્મિનલ એકથી સાઉથનો રન-વે, કારગો ટર્મિનલ, જનરલ એવિએશન અને અન્ય માળખાઓ હાલ બાંધકામ હેથળ છે. 3.7 કિમી લાંબો રન-વે અને સમાંતર બે ટેક્સી-વેઝ તેમ જ ટર્મિનલ બિલ્ડિંગ અને અન્ય માળખા સંબંધિત કામકાજ પણ પૂર્ણતાને આરે છે. સંપૂર્ણ એનએમઆઈએ પ્રોજેક્ટ પોતાની વાર્ષિક બે કરોડ પ્રવાસીઓની મર્યાદા અને આઠ લાખ કાર્ગોની મર્યાદા સાથે 31 માર્ચ 2025 સુધીમાં તૈયાર થઈ જશે.
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર બનેલી આ ઘટનાને કારણે, DGCAએ Air Indiaને ₹30 લાખનો દંડ ફટકાર્યો
આ અગાઉ પ્રોજેક્ટની સમીક્ષા વખત કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે પ્રસ્તાવિત પ્રોજેક્ટ 55-60 ટકા ફિઝિકલ અને ફાઈનાન્શિયલ પ્રોગ્રેસ કરી છે, જ્યારે આ એરપોર્ટના પહેલા અને બીજા તબક્કામાં એક રનવે, એક ટર્મિનલ બિલ્ડિંગ અને બે કરોડની પેસેન્જર કેપેસિટી છે ત્યારે બીજો રન-વે અને વધુ 9 કરોડની પેસેન્જર કેપેસિટી સાથે ચાર ટર્મિનલ ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનો એક ભાગ હશે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટના બાંધકામનો કુલ ખર્ચ રૂપિયા 18,000 કરોડ થશે.