આપણું ગુજરાત

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર, અમદાવાદમાં સૌથી વધુ Swine flu Case, જાણો શું છે આ રોગના લક્ષણ

ગાંધીનગર: Swine flu Case in Gujarat ગુજરાતમાં હાલ સ્વાઈન ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો છે. અચાનક જ Swine flu ના કેસમાં ઉછાળો જોતાં આરોગ્ય તંત્ર પણ માથુ ખંજવાળતું થઈ ગયું છે. માર્ચ મહિનાના 25 દીવાસમાં જ આ રોગચાળાના 380 કેસ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર દેશભરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ગુજરાત રાજ્ય ચોથા ક્રમાંકે છે. આ રોગની ચપેટમાં આવેલા દર્દીઓમાંથી 15 લોકોને તેમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ જોવા મળી રહ્યા છે (swine flu symptoms).

રાજ્યભરમાં અગાઉ લોકોએ મિશ્ર ઋતુ અને કમોસમી વરસાદનો અનુભવ કર્યો હતો જેને કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના મોટાભાગમાં લોકો વિવિધ બીમારીઓની ચપેટમાં આવી ગયા છે. તાજેતરમાં ઉનાળાના આકરા તાપ પડતાની સાથે જ સ્વાઈન ફ્લૂએ પણ માજા મૂકી છે.

આપને જણાવી દઈએ કે અમદાવાદના સોલા સિવિલમાં છેલ્લા બે અઠવાડીયામાં વાઇરલ ઇન્ફેકશનના ત્રણ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. શરદી, ઉધરસ અને તાવ જેવી ફરિયાદો બાળકોમાં વધુ જોવા મળી રહી છે અને ખાંસી લાંબો સમય સુધી રહેવાની પણ દર્દીઓ તરફથી ફરિયાદ મળી રહી છે. સ્વાઈન ફ્લૂ સહિત ઝાડા-ઉલટી, તાવ-ઉધરસ, અને ડેન્ગ્યુ જેવા દર્દીઓથી દવાખાનાઓ ઉભરાય રહ્યા છે.

H1N1 વાયરસથી થતો આ સ્વાઈન ફ્લૂનો રોગ ભારતમાં પહેલી વાર વર્ષ 2009માં જોવા મળ્યો હતો. એઇડ્સ અને HIVથી પીડિત દર્દીઓ માટે આ રોગ વધુ ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેઈનને કારણે થતો આ રોગ પ્રથમ વાર 1919માં જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે આ રોગની પ્રાથમિક સારવાર શક્ય છે પરંતુ જો તેમાં બેદરકારી રાખવામા આવે તો તેના પરિણામ ગંભીર થઈ શકે છે.

સ્વાઈન ફ્લૂનાં લક્ષણ
સ્વાઈન ફ્લૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ, ખાસ કરીને સૂકી ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button