ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેકસ ૮૦૦ પોઇન્ટ ઊછળ્યો

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં નાણાકીય વર્ષના અંતિમ દિવસે જોરદાર ઉછાળાનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેકસ ૮૦૦ પોઇન્ટ ઉછળીને ૭૪૦૦૦ની સપાટી તરફ ધસી રહ્યો છે, તો નિફ્ટી પણ ૨૪૦ના ઉછાળા સાથે ૨૨,૩૭૦ને સ્પર્શ્યો છે.

બેન્કિંગ અને આઈટી કાઉન્ટર્સની આગેવાની હેઠળ બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરૂવારે નક્કર વધારો નોંધાવ્યો હતો. આજે ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ ટ્રેડિંગ દિવસ પણ છે. માસિક ડેરિવેટિવ્ઝની સમાપ્તિ પહેલા ભારે ઊથલપાથલ અપેક્ષિત છે.

બજારના સાધનો અનુસાર એપ્રિલની શરૂઆતથી અપેક્ષિત ઉપરની દિશાની ચાલને ગઈકાલે નિફ્ટીમાં 119ની મજબૂત રેલી દ્વારા પુષ્ટિ મળી છે.

ચાલુ તેજી માટે પ્રાથમિક ઉત્પ્રેરક બજારમાં મોટી તરલતાનો પ્રવાહ છે. નાણાકીય સંસ્થાઓ પાસે ભરપૂર પ્રવાહિતા છે અને તે બજારમાં સતત ઠલવાઈ રહી છે.

DII એ આ દરમિયાન બજારમાં રૂ. 24373 કરોડનું જંગી રોકાણ કર્યું છે. છેલ્લા સાત ટ્રેડિંગ દિવસો બજારને આ નાણાં પ્રવાહને કારણે સ્થિતિસ્થાપકતા હાસલ થઈ છે.

બજારમાં આંતર પ્રવાહ એકધારો ચાલુ રહ્યો હોવાથી અને મંદીના કોઈ સંકેતો દેખાતા નથી, તેથી સારી વૃદ્ધિની સંભાવનાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા શેરો માટે લવલાવ થવાની સંભાવના છે. ગઈકાલે રિલાયન્સના શેરમાં ઉછાળામાં આ વલણ સ્પષ્ટ થયું હતું અને આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button