કર્ણાટકમાં ટિકિટ ફાળવણીને લઈને કૉંગ્રેસ vs કૉંગ્રેસ, 5 વિધાન સભ્યની રાજીનામાની ધમકી
બેંગલૂરુઃ આગામી લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાંથી કૉંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર જાણવા મળી રહ્યા છે. ટિકિટના વિવાદ પર કોંગ્રેસના પાંચ વિધાન સભ્ય અને વિધાન પરિષદના બે સભ્યએ રાજીનામાની ધમકી આપી છે. આ મામલો કોલાર મતવિસ્તારનો છે. કોંગ્રેસના પાંચ વિધાન સભ્યએ બુધવારે ધમકી આપી હતી કે જો પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી કે. એચ. મુનિયપ્પાના જમાઈ ચિક્કા પેડન્નાને આગામી લોકસભા ચૂંટણીમાં કોલારથી ટિકિટ આપવામાં આવશે તો તેઓ રાજીનામું આપશે. આ પાંચ વિધાન સભ્ય પેડન્નાની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે. જોકે, પાર્ટીએ હજુ સુધી આ વિસ્તારમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.
1991 થી, કોલાર મતવિસ્તાર કેએચ મુનિયપ્પાનો ગઢ રહ્યો છે, જેઓ હવે સિદ્ધારમૈયા કેબિનેટમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છે. તે હવે તેના જમાઈ ચિક્કા પેડન્નાની ટિકિટ માંગી રહ્યો છે. પક્ષે હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરી નથી તેમ છતાં, કોલાર જિલ્લામાંથી પાંચ વિધાન સભ્ય અને વિધાન પરિષદના બે સભ્ય રાજીનામું આપવાની ધમકી આપી ચૂક્યા છે.
પેડન્નાને ટિકિટ મળવાથી, અનુસૂચિત જાતિના ડાબેરી જૂથને પ્રતિનિધિત્વ મળશે, જ્યારે બળવાખોર ધારાસભ્યોની માગ છે કે ટિકિટ અનુસૂચિત જાતિના જમણેરી જૂથમાંથી ઉમેદવારને આપવી જોઈએ.
પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોલારના બે જૂથો વચ્ચે સર્વોચ્ચતા માટેની આ લડાઇ છે. એકનું નેતૃત્વ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કે.એચ. મુનિયપ્પા કરી રહ્યા છે અને બીજી કર્ણાટક વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ કે.આર. રમેશ કુમાર કરી રહ્યા છે. “
જોકે, પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં થઇ જશે.