ઉનાળો એટલે શોર્ટ્સ પહેરવાની સિઝન
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
શોર્ટ્સ પહેરવાની સિઝન એટલે સમર. શોર્ટ્સ પહેરવામાં કમ્ફર્ટેબલ તો છે જ સાથે સાથે એક સ્ટાઈલિશ લુક પણ આપે છે. શોર્ટ્સ એટલે જે ગારમેન્ટ કનીથી પેહલા અથવા કની સુધી પૂરું થાય તેને શોર્ટ્સ કહેવાય છે. શોર્ટ્સમાં ઘણી વેરાઈટી આવે છે અને લેન્થમાં પણ વેરાઈટી આવે છે. કોઈ મહિલા કેટલી ટૂંકી શોર્ટ્સ પહેરે કે ન પહેરે તે તેમની એક પર્સનલ ચોઈસ છે. ઘણી યુવતીઓ ફેશનમાં ટૂંકી શોર્ટ્સ પહેરે છે તો ઘણી યુવતીઓ પોતાના કમ્ફર્ટ માટે અથવા તો કોઈ ફિઝિકલ એકટીવીટી માટે શોર્ટ્સ પહેરે છે. શોર્ટ્સ પહેરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી તમારા પગ ચોખ્ખા હોવા જોઈએ.ચોખ્ખા એટલે પગ પર કોઈ વાગ્યાના નિશાન ન હોવા જોઈએ, ગોંઠણ અને એન્કલ કાળા ન હોવા જોઈએ.અને તમારું શરીર સુડોળ હોવું જોઈએ. આમ તો શોર્ટ્સમાં ઘણી વેરાઈટી આવે છે, પરંતુ અહીં આપણે બેઝિક શોર્ટ્સ જે વધારે પહેરાય છે તેની ચર્ચા કરીએ.
લાઉન્જ
લાઉન્જ વેર એટલે કમ્ફર્ટેબલ કલોથસ કે જે કપડામાં આપણે રિલેક્સ કરી શકીયે. લાઉન્જ શોર્ટ્સ મોટા ભાગે યુવતીઓ ઘરમાં પહેરવાનું જ પ્રિફર કરે છે.લાઉન્જ શોર્ટ્સ ખાસ કરીને હોઝિયરી ફેબ્રિકમાં બનાવવામાં આવે છે. લાઉન્જ શોર્ટ્સની હેમલાઇન રાઉન્ડ શેપમાં હોય છે અને હેમલાઇન જો સ્ટ્રેટ હોય તો સાઈડમાં ૧ ઇંચની કટ હોય છે. લાઉન્જ શોર્ટ્સ હોઝિયરી મટિરિઅલમાં હોવાથી પહેરવાથી ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે અને ગરમી પણ નથી થતી.આ શોર્ટ્સ સાથે તમે લોન્ગ અથવા શોર્ટ ઓવર સાઈઝ ટી-શર્ટ પહેરી શકો ,અથવા તો હોલ્ટર ટોપ કે સ્પેગેટી પણ પહેરી શકાય.
ડેનિમ
ડેનિમ શોર્ટ્સ એ મોટા ભાગની યુવતીઓની ફેવરિટ શોર્ટ્સ હોય છે. જેઓ રેગ્યુલરલી શોર્ટ્સ પહેરતા હોય તેમની પાસે ડેનિમ શોર્ટ્સ હોય જ. ડેનિમ શોર્ટ્સમાં ઘણી વેરાઈટી આવે છે જેમકે ,લેન્થ વાઇસ,લુક વાઇસ અને સ્ટાઇલિંગ વાઇસ.ડેનિમ શોર્ટ્સ એક અલગ જ લુક આપે છે.ડેનિમ શોર્ટ્સ સાથે કોઈ પણ સ્ટાઇલનું ટી-શર્ટ,ફેંસી ટોપ અથવા શર્ટ્સ પહેરી શકાય. જો તમારે ડેનિમ શોર્ટ્સ ખરીદવી ન હોય તો તમારા કોઈ પણ જૂના ડેનિમને તમે ઘરે જ કટ કરી શકો છો. કટ કર્યા પછી તેને સિલાઈ મારવાની જરૂર નથી.આવી શોર્ટ્સ સાથે ઓવર સાઈઝ ટી-શર્ટ પહેરવું, ટી-શર્ટને ઈન ટક કરવું અને સ્લીવ્સને રોલ અપ કરવી. પગમાં સ્લીપર્સ અથવા કેનવાઝ શૂઝ પેહરી શકાય. ડેનિમમાં એમ્બ્રોઇડરી શોર્ટ્સ પણ આવે છે. આ
શોર્ટ્સ તમે કોઈ બર્થ ડે પાર્ટી અથવા ગર્લ્સ આઉટિંગમાં પહેરી શકો અને તેની સાથે ક્રોપ ટોપ પહેરી એક અલગ લુક આપી શકાય.
બીજી ઘણી સ્ટાઈલની શોર્ટ્સ આવે છે જેમકે હાઈ વેસ્ટ એટલેકે જે કમરથી થોડી ઉપર પહેરવામાં આવે. આ શોર્ટ્સ ખાસ કરીને લાંબી પાતળી યુવતીઓ પર જ સારી લાગશે .જો તમારું શરીર ભરેલું હશે અને તમે હાઈ વેસ્ટ શોર્ટ્સ પહેરશો તો પેટ અને કમરનો ભાગ વધારે હાઈલાઈટ થશે. હાઈ વેસ્ટ શોર્ટ સાથે ફેન્સી ટોપ ઈન્ટક કરી પહેરી શકાય. કની લેન્થ શોર્ટ્સ એટલે કે જે શોર્ટ્સની લેન્થ કની સુધી અથવા કનીથી થોડી ઉપર હોય.કની લેન્થ શોર્ટ્સ
ખાસ કરીને થિંક કોટન ફેબ્રિકમાં હોય છે અને મોટા ભાગે યુવતીઓ કની લેન્થ શોર્ટ્સ ટ્રાવેલિંગમાં પહેરવાનું પ્રિફર કરે છે.
કોટન
કોટન શોર્ટ્સ મોટા ભાગે બધી જ યુવતીઓ પાસે હોય છે. કોટન શોર્ટ્સ પહેરવાથી ચોળાઈ જાય છે જેથી કોટન શોર્ટ્સ ઘરમાં પહેરવા માટે બેસ્ટ ઓપશન છે. કોર્ટન શોર્ટ્સમાં પણ લેન્થ વેરિએશન આવે છે. તમારા બોડી ટાઈપ મુજબ શોર્ટ્સના લેન્થની પસંદગી કરી શકાય. કોટનમાં રેયોન ફેબ્રિકમાં પણ શોર્ટ્સ આવે છે જે પહેરવાથી ખૂબ જ સુંવાળી લાગે છે. રેયોન અને પ્યોર કોટન શોર્ટ્સ અલગ અલગ પ્રિન્ટમાં આવે છે જેના પર તમે કોઈ પણ કલરનું ટી-શર્ટ મિક્સ એન્ડ મેચ કરી શકો.જે યુવતીઓનું શરીર ભરેલું છે તેઓને પણ રેયોન શોર્ટ્સ સારી લાગશે. પ્યોર કોટન શોર્ટ્સમાં ઘણી વખત ફેબ્રિક સોફ્ટ ન હોય તો ધોયા પછી ફેબ્રિક થોડું કડક લાગે છે. તેથી રેયોબ શોર્ટ્સ જ પહેરવી.
પ્લીટેડ
પ્લીટેડ શોર્ટ્સ એટલે ,શોર્ટ્સમાં ૨ ઇંચ થી લઈને ૩ ઇંચ સુધી યોક એટલેકે પ્લેન પટ્ટો હોય છે , જેની પર બેલ્ટ લૂપ હોય છે . આ પટ્ટાની નીચે ફેબ્રિકની પ્લીટ લેવામાં આવે છે.પ્લીટ એટલે ફેબ્રિકને અમુક ઇંચના અંતરે ફેબ્રિક પર જ ફોલ્ડ કરવામાં આવે અને તેને ઉપરથી સીવી દેવામાં આવે તેને પ્લીટેડ શોર્ટ્સ કહેવાય.પ્લીટની સાઈઝ અને સ્ટાઇલમાં વેરિએશન હોય છે.આ શોર્ટ્સ થોડી લુઝ હોય છે એટલે કે,જે માપ કમર પર હોય તે જ માપ નીચે સુધી હોય. પ્લીટેડ શોર્ટ્સ મોટા ભાગે સોફ્ટ લિનનમાં બનાવવામાં આવે છે. પ્લીટેડ શોર્ટ્સમાં ૨ સાઈડ પોકેટ અને ૨ બેક પોકેટ હોય જ છે.પ્લીટેડ શોર્ટ્સ સાથે તમે ફેન્સી બેલ્ટ પહેરી શકો.અથવા શોર્ટ્સનું જે ફેબ્રિક છે તેનો સેલ્ફ ટુ સેલ્ફ બેલ્ટ પણ પહેરી શકાય. પ્લીટેડ શોર્ટ્સ લિનનમાં હોય છે જેથી ટોપનું સિલેક્શન પણ સરખી રીતે કરવું . સોફ્ટ લિનન શોર્ટ્સન કલર્સ ખૂબ જ અલગ હોય છે, જેમકે સની યેલ્લો,ખાખી,સી ગ્રીન, સી બ્લુ, ડીપ રેડ વગેરે. આ કલર્સ સાથે વાઈટ અથવા બ્લેક કલરના ટોપ તો સારા જ લાગશે પરંતુ કોન્ટ્રાસ્ટ કલરમાં પણ ટોપ્સ સારા લાગશે.પ્લીટેડ લિનન શોર્ટ્સ સાથે સોફ્ટ ક્રેપના ફ્રીલી ટોપ્સ પહેરી શકાય.આ લુક સાથે તમે પગમાં કોઈ ફ્લેટ્સ , બેલીઝ કે લોફર્સ પહેરી શકો ડીપેન્ડિંગ કે તમારે ક્યાં
જવાનું છે.