હૈદરાબાદ: અહીંના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓની અંધાધૂંધ બૅટિંગનો ભોગ બનવું પડ્યું હતું. હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી કે પહેલી ઓવરથી જ હૈદરાબાદના બૅટર્સે આડેધડ ફટકાબાજી કરી હતી. ત્રણ બૅટર્સે હાફ સેન્ચુરી ફટકારી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં ત્રણ વિકેટે
277 રન બનાવ્યા હતા. એ સાથે, આઇપીએલના ઇતિહાસમાં બૅન્ગલોરનો 2013ની સાલનો પુણે વૉરિયર્સ સામે 263/5નો જે વિક્રમ હતો એ તૂટી ગયો હતો. ઇન્ટરનૅશનલ ટી-20માં નેપાળનો મોંગોલિયા સામેનો 314/3નો વિશ્ર્વવિક્રમ છે, પરંતુ મોટા દેશો વચ્ચેની ટી-20માં ઇંગ્લૅન્ડનો વેસ્ટ ઇન્ડિઝ સામે 267/3નો રેકૉર્ડ છે જે આઇપીએલની હૈદરાબાદની ટીમે પાર કર્યો હતો.
ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને પંજાબ રાજ્યના અભિષેક શર્મા અને સાઉથ આફ્રિકાના એઇડન માર્કરમ તથા હિન્રિચ ક્લાસેનની ફટકાબાજીના શિકાર બનવું પડ્યું હતું. ટ્રેવિસ હેડે મેદાન પર ઊતરતા જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. તેણે 18 બૉલની તૂફાની બૅટિંગમાં 50 રન પૂરા કર્યા હતા અને કુલ 24 બૉલમાં 62 રન બનાવ્યા પછી કૉએટ્ઝીના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. હેડે ત્રણ સિક્સર અને નવ ફોર ફટકારી હતી.
હેડ અને અભિષેક શર્મા (63 રન, 23 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર) તો હેડથી પણ ચડિયાતો નીકળ્યો. તેણે 16 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. બન્ને વચ્ચે 68 રનની ભાગીદારી થઈ હતી. 17 ઓવરમાં હૈદરાબાદે ત્રણ વિકેટે 238 રન બનાવીને પોતાનો 2019ની સીઝનનો 231/2નો હાઈએસ્ટ સ્કોરનો વિક્રમ તોડ્યો હતો.
હેડ અને અભિષેક બાદ 116 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ક્લાસેન (80 અણનમ, 34 બૉલ, સાત સિક્સર, ચાર ફોર) અને માર્કરમ (42 અણનમ, 28 બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ હૈદરાબાદની ટીમને 277/3ના નવા વિક્રમ સુધી પહોંચાડ્યું હતું. ક્લાસેને 23 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
રોહિત શર્માના સ્થાને કૅપ્ટન બનેલા હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને એનો ફાયદો હૈદરાબાદના
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને