આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિદર્ભ ભઠ્ઠીમાં શેકાયું: અકોલામાં પારો ૪૨.૮ ડિગ્રી

મુંબઈ કરતામહાબળેશ્વરમાં તાપમાનનો પારો ઊંચો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આ વર્ષે ઉનાળો આકરો જવાનો છે. હજી માર્ચ મહિનો છે અને રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર જતો રહ્યો છે. રાજ્યના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં તો મુંબઈ કરતા પણ તાપમાન વધુ નોંધાયું હતું. મહાબળેશ્ર્વમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો ૩૨.૧ ડિગ્રી નોંધાયો હતો. તો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન વિદર્ભના અકોલામાં મહત્તમ તાપમાનનો પારો ૪૨.૮ ડિગ્રી જેટલો નોંધાયો હતો.

મુંબઈમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૨.૦ ડિગ્રી તો કોલાબામાં ૩૧.૪ ડિગ્રી જેટલું નોંધાયું તો હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં સતત બીજા દિવસે મુંબઈ કરતા પણ વધુ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન અહીં મહત્તમ તાપમાન ૩૨.૧ ડિગ્રી નોંધાયુ હતું.


આ પણ વાંચો
: એલર્ટઃ મુંબઈના તાપમાનમાં સરેરાશ ચારથી પાંચ ડિગ્રીનો વધારો

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. વિદર્ભના અકોલામાં ૪૨.૮ ડિગ્રી, અમરાવતીમાં ૪૧.૨ ડિગ્રી, બુલઢાણા અને યવતમાળમાં ૪૧.૦ ડિગ્રી, વર્ધામાં ૪૦.૫ ડિગ્રી, બ્રહ્મપુરીમાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યના મરાઠવાડ રિજનમાં પરભણીમાં તાપમાનનો પારો ૪૧.૨ ડિગ્રી, બીડમાં ૪૦.૧ ડિગ્રી, નાંદેડમાં ૪૦.૨ ડિગ્રી, ઔરંગાબાદમાં ૩૯.૫ ડિગ્રી, ઉસ્મનાબાદમાં ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મધ્ય મહારાષ્ટ્રના માલેગાંવમાં ૪૨.૦ ડિગ્રી, જળગાંવ ૪૧.૮ ડિગ્રી, સોલાપુરમાં ૪૧.૩ ડિગ્રી, જેરુર ૪૦.૦ ડિગ્રી, નાશિકમાં ૩૯.૪ ડિગ્રી, સતારા ૩૯.૧ ડિગ્રી, સાંગલીમાં ૩૮.૫ ડિગ્રી, કોલ્હાપુરમાં ૩૮.૧ ડિગ્રી અને હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૩૨.૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button