સ્પોર્ટસ

હર્ષિત રાણાના ફ્લાઇંગ-કિસના અટકચાળાને રોહિતે રી-ક્રીએટ કર્યો

હૈદરાબાદ: આઇપીએલ કંઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટની જેમ સિરિયસ ક્રિકેટ નથી. એમાં પ્રત્યેક સીઝનમાં એકથી વધુ હટકે (નૉન-ક્રિકેટિંગ) ઘટના બનતી જ હોય છે. 2008ની પ્રથમ સીઝનમાં હરભજન સિંહે મજાક ઉડાવતા શ્રીસાન્તને સણસણતો તમાચો ચોડી દીધો હતો ત્યાર પછી બીજા ઘણા નાના-મોટા બનાવ બની ગયા. હા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અગાઉ જેમ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ સ્લેજિંગ કરતા હતા એવું આઇપીએલમાં નથી થતું. આ ટૂર્નામેન્ટમાં શિસ્તનું પાલન કરવાનો આગ્રહ પણ રખાવવામાં આવે છે.

આ પણ વાંચો: એક ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘મુંબઈમાં પણ હાર્દિકે થોડું હૂટિંગ સહન કરવું જ પડશે’


જોકે હૈદરાબાદમાં મુંબઈ ઇન્ડિયન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જે મૅચ રમાઈ એ પહેલાં મંગળવારની પ્રૅક્ટિસ દરમ્યાન રોહિત શર્મા અને મયંક અગરવાલ વચ્ચે થોડી મસ્તીમજાક થઈ ગઈ હતી.

https://twitter.com/i/status/1772846277568676291

વાત એમ છે કે ગયા અઠવાડિયે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સની પ્રથમ મૅચ હૈદરાબાદ સામે હતી. કોલકાતાના પેસ બોલર હર્ષિત રાણાએ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં હૈદરાબાદના મયંક અગરવાલને આઉટ કર્યા પછી ફ્લાઇંગ-કિસની ઍક્શન સાથે તેને સેન્ડ-ઑફ આપ્યું હતું. તેની એ ઍક્શનને મયંક થોડો ગુસ્સામાં જોતા જોતાં પાછો ગયો હતો. મંગળવારે હૈદરાબાદમાં મુંબઈ અને હૈદરાબાદના ખેલાડીઓ એક જ સમયે મેદાન પર પ્રૅક્ટિસ કરી રહ્યા હતા ત્યારે એક તબક્કે મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માએ મયંક સામે મજાકમાં ફ્લાઇંગ-કિસની ઍક્શન કરીને હર્ષિત રાણાની ઍક્શનને રી-ક્રીએટ કરી હતી. રોહિતની એ ઍક્શન જોઈને ખુદ મયંક તેમ જ આસપાસના બધા ખેલાડીઓ હસી પડ્યા હતા.

આ પણ વાંચો: મુંબઈના નવા સ્ટાર નમન ધીર અને બેન્ગલૂરુના મહિપાલ લૉમરોરને ઓળખો


થોડી મિનિટો સુધી રોહિતની ફ્લાઇંગ-કિસવાળી પોસ્ટ સોશિયલ મીડિયામાં રહી હતી, પરંતુ હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ એ પોસ્ટ ડીલીટ કરી નાખી હતી. એ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખાયું હતું, ‘ફ્લાઇંગ કિસ અને મૈત્રીભરી હરીફાઈ.’

કેકેઆરના હર્ષિત રાણાએ જ્યારે મયંકને આઉટ કર્યા બાદ ફ્લાઇંગ-કિસની જે ઍક્શન કરી હતી એ બદલ લેજન્ડરી ક્રિકેટર અને કૉમેન્ટેટર સુનીલ ગાવસકર ગુસ્સે થયા હતા. તેઓ બોલ્યા હતા, ‘હર્ષિતે એવું નહોતું કરવું જોઈતું. મયંકે જ્યારે છગ્ગો અને ચોક્કા ફટકારેલા ત્યારે તેણે (મયંકે) આવું કર્યું હતું? ક્રિકેટ આવા બધા અટકચાળા વગર રમાવી જોઈએ. આ ટેલિવિઝનનો યુગ છે. ખેલાડીએ પોતાના સાથીઓ સાથે સેલિબ્રેશન કરવું જોઈએ, પણ હરીફ ખેલાડી સામે આવા ચેનચાળા કરવાની કોઈ જરૂર નથી.’


આ પણ વાંચો
: Ravindra Jadejaએ Rivaba Jadejaની પોસ્ટ કરી એવી કમેન્ટ કે…

હર્ષિત રાણાએ એ અટકચાળાની કિંમત પણ ચૂકવવી પડી હતી. બીસીસીઆઇએ તેને આઇપીએલની આચારસંહિતાનો ભંગ કર્યો એ બદલ (કુલ બે પ્રકારની સંહિતાનો ભંગ કરવા બદલ) તેની 10 ટકા અને 50 ટકા મૅચ ફી કાપી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button