Happy Birthday: સાઉથનો આ સુપર સ્ટાર બર્થડેના દિવસે થયો ભક્તિમાં લીન…
થોડાક દિવસ પહેલાં શ્રીદેવીની લાડકી જ્હાન્વી કપૂરને તેના જન્મદિવસે મંદિરમાં પૂજા-પાઠ કરતી જોવા મળી હતી અને હવે આજે એક સાઉથનો સુપર સ્ટાર પોતાના જન્મદિવસે પ્રભુના ચરણે ભક્તિમાં લીન જોવા મળ્યો હતો અને એ પણ સપરિવાર… ચાલો સસ્પેન્સ ક્રિયે કર્યા વિના તમને જણાવીએ આજના બર્થડે બોય વિશે…
અમે અહીં વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર રામ ચરણની. આજે 27મી માર્ચના દિવસે રામ ચરણ પોતાનો 39મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને તે પોતાના પૂરા પરિવાર સાથે તિરુપતિ બાલાજી મંદિર પૂજા-અર્ચના કરવા પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો એક્ટલ તેની પત્ની ઉપાસના અને દીકરી પણ સાથે જોવા મળી રહ્યા છે. ફેન્સને રામ ચરણનો આ ભક્તિવાળો લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આપણ વાંચો: રવીના ટંડનની દિકરી રાશાનું જલ્દી જ ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ … સાઉથના સુપરસ્ટાર રામચરણ સાથે દેખાશે?
રામ ચરણ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો હોય છે અને ફેન્સ પણ અભિનેતાની નાની નાની વાત જાણવા માટે ખૂબ જ ઉત્સુક રહે છે. રામ ચરણ આજે પોતાના જન્મદિવસે સપરિવાર તિરુપતિ બાલાજી મંદિર દર્શન કરવા પહોંચ્યો હતો. એથનિક લૂકમાં એક્ટર ખૂબ જ કમાલ દેખાઈ રહ્યો છે અને ઉપાસના પણ સિંપલ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં બંને જણ ભગવાન સામે આંખો બંધ કરીને પૂજા કરતાં જોવા મળી રહ્યા છે. રામ ચરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તેના કેટલાક નવા પ્રોડક્ટ રિલીઝ થવા જઈ રહ્યા છે. રામ ચરણ અને ઉપાસનાની દીકરીનું નામ ક્લિન કારા છે. જોકે, બંને જણે હજી સુધી પોતાની દીકરીનો ચહેરો રિવીલ નથી કર્યો અને આજે પણ મંદિરમાં ઉપાસના પોતાની સાડીથી દીકરીનો ચહેરો છુપાવતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર થોડીક જ ક્ષણમાં રામ ચરણ અને ઉપાસનાના ફોટો તૂફાન, આગની જેમ વાઈરલ થઈ ગઈ હતી અને એમાં પણ આજે જ્યારે એક્ટરનો આજે સ્પેશિયલ ડે છે એટલે તે સોશિયલ મીડિયા પર છવાયેલો છે…