એક્શન ફિલ્મ કરવા માટે કરિના કપૂર છે તૈયાર, જાણો નવા ખુલાસા
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી અને નવાબ ખાનદાનની લાડલી કરિના કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે એક્શન ફિલ્મ કરવા માગે છે. જોકે, ઈન્ટરવ્યૂ દરમિયાન કરિનાએ બીજી એક વાતનો ખુલાસો કર્યો હતો કે વર્ષ 2008માં આવેલી એક્શન ફિલ્મ ‘ટશન’ માટે તેણે પોતાનું વજન ઘટાડ્યું હતું.
‘ધ રણવીર શો’ના પોડકાસ્ટ પર વાતચીત કરતા જ્યારે હોસ્ટે સવાલ કર્યો હતો કે આટલું વજન ઓછું કરવાની કોઈ નેગેટિવ અસર થઈ નહીં? આના પર કરિનાએ જવાબ આપ્યો હતો કે તમે મને સારી રીતે ઓળખી છે.
આ પણ વાંચો: હવે બોલિવૂડની આ અભિનેત્રી ગુપચુપ પરણી ગઇ
હું એમ્બિશિયસ છું પણ એટલી હદ સુધી નહીં કે પોતાને અથવા પોતાની માનસિક શાંતિને કોઈ અસર થાય. કરિનાએ કહ્યું હતું કે સાઈઝ ઝીરો કરીને એ લૂકમાં આવવા માટે લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો હતો, જે બાબત પડકારજનક હતી.
એક્શન ફિલ્મોમાં કામ કરવાની પોતાની ઈચ્છા દર્શાવતા કરિનાએ જણાવ્યું હતું કે મારે લાઈફમાં એક વખત તો એક્શન ફિલ્મ કરવી છે, કારણ કે એના પછી મે ક્યારેય એક્શન ફિલ્મ નથી કરી. બેબોએ કહ્યું હતું કે મને લાગે છે કે આજે કોઈ પણ એ કરી શકે છે જે તે કરવાનું ઈચ્છે છે. એટલા માટે મે એક્શન ફિલ્મ કરવા માટે પણ તૈયાર છું. મારે સાઈઝ ઝીરો કરવાની જરુરિયાત નથી. કરિના હવે રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે.
આ પણ વાંચો: World Theatre Day: વાત બોલીવૂડના એવા સેલેબ્સની કે જેમણે થિયેટરથી ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…
ફિલ્મથી એક્ટ્રેસનો લૂક પણ સામે આવ્યો હતો, જેમા તે એક્શન અવતારમાં નજર આવી હતી. આ પહેલા તેની ફિલ્મ ક્રૂ 29 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે તબ્બુ અને કૃતિ સેનન પણ જોવા મળશે.