IPL 2024સ્પોર્ટસ

ગિલને ‘દાઝ્યા પર ડામ’: હાર્યા બાદ 12 લાખ રૂપિયા દંડ ભરવો પડ્યો

ચેન્નઈ: મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામેની રોમાંચક મૅચ જીતવા મળેલો 207 રનનો મોટો લક્ષ્યાંક મેળવવાનું ગુજરાત ટાઇટન્સ (જીટી)નું કોઈ ગજું તો નહોતું, પણ પરાજય સહન કરવાની સાથે એના કૅપ્ટન શુભમન ગિલે આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું હતું.

જો કોઈ ટીમ સ્લો ઓવર-રેટની કસૂર કરે એટલે કે એ ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરે તો એના કૅપ્ટનની મૅચ-ફીમાંથી અમુક રકમ કપાઈ જાય છે.

ચેન્નઈની મૅચમાં જીટીની ટીમે સ્લો ઓવર-રેટ સંબંધિત આચારસંહિતાનો ભંગ કર્યો એટલે એના સુકાની ગિલની મૅચ-ફીમાંથી 12 લાખ રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. જીટીના બોલર પાસે નક્કી થયેલા સમયની અંદર ઓવરો પૂરી ન કરાવી શકવા બદલ કૅપ્ટન ગિલને આ પેનલ્ટી થઈ છે.

જીટીની ટીમનો આ સીઝનનો આ પહેલો ‘ક્રિકેટ સંબંધિત ગુનો’ હતો એટલે ગિલને ઓછો દંડ થયો છે.
ગિલ પહેલી જ વાર જીટીની ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો છે. જીટીની ટીમ રવિવારે પોતાની પ્રથમ મૅચ (અમદાવાદમાં મુંબઈ સામે) છ રનથી જીતી ગઈ હતી, પરંતુ મંગળવારે સીએસકે સામે જીટીનો 63 રનથી પરાજય થયો હતો.

સીએસકેએ 20 ઓવરમાં છ વિકેટે 206 રન બનાવ્યા હતા. જીટીએ જવાબમાં 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન બનાવ્યા હતા. ખુદ ગિલ પહેલી બે મૅચમાં માત્ર 31 અને આઠ રન બનાવી શક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button