મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

મેટ્રો અને સ્કૂટી પર અશ્લીલ વીડિયો બનાવનારી યુવતીઓએ હવે લીધો યુ ટર્ન અને કહ્યું એવું કે…

નોએડામાં સ્કૂટ પર યુવતીઓની સ્ટન્ટબાજી અને અશ્લીલ રીતે હોળી રમવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ યુવતીઓએ એક સ્થાાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં હવે પોતાની ભૂલ માની હતી અને તેમણે ભવિષ્યમાં તેઓ ફરીવાર આવું નહીં કરે એવી બાંહેધરી પણ આપી હતી. એટલું જ નહીં પણ આ યુવતીઓએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ કોઈ સ્ટન્ટ નહોતી કરી રહી પણ રીલ્સ બનાવી રહી હતી.

જ્યારે આ યુવતીઓને પૂછવામાં આવ્યું હતું કે પોલીસે તમારી સ્કૂટી પર 33 હજાર રૂપિયાનું ચલાણ કાપ્યું છે તો એ કેવી રીતે ભરશો? આ સવાલનો જવાબ આપતા યુવતીઓએ જણાવ્યું હતું કે અમે કાન પકડીને માફી માંગીએ છીએ. અમારી મદદ કરો, અમે આટલું મોટું ચલાણ કઈ રીતે ભરીશું, અમારી પાસે એટલા પૈસા જ નથી.

અહીંયા તમારી જાણ માટે કે નોએડામાં બે યુવતીઓ સ્કૂટી પર બેસીને હોળી રમી રહી હતી અને એમના નામ પ્રીતિ અને વિનીતા છે, જ્યારે બીજી સ્કૂટી પિયૂષ નામનો યુવક ચલાવી રહ્યો હતો. બીજા વીડિયોમાં જે છોકરી રીલ બનાવતા બનાવતા સ્કૂટી પરથી પડી જાય છે એનું નામ પ્રીતિ છે. આ સિવાય દિલ્હી મેટ્રોનો જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં પણ આ જ બે યુવતીઓ હતી.

હવે આ વાઈરલ વીડિયો પર બંને યુવતીઓએ કાન પકડીને પ્રશાસન અને લોકો પાસે માફી માંગી છે અને ભવિષ્યમાં આવા વીડિયો નહીં બનાવે એવું આશ્વાસન પણ આપ્યું છે. પ્રીતિ નામની યુવતીએ જણાવ્યું હતું કે મારી પાસે મગજ નથી અને અમે પહેલાં ક્યારેય આવો વીડિયો નથી બનાવ્યા. અમે માત્ર પગથિયા પર પડવાના અને અને રમુજી વીડિયો બનાવીએ છીએ. હું ઉત્તરાખંડની રહેવાસી છું.

પ્રીતિએ જણાવ્યું હતું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બે એકાઉન્ટ છે અને એમાંથી એક એકાઉન્ટ પર 40,000 અને બીજામાં ત્રણ લાખ ફોલોવર્સ છે અને એની સાથે સાથે જ તેની બે યુટ્યૂબ ચેનલ પણ છે જેની પર પણ એક લાખ અને બીજી ચેનલ પર સાડા આઠ લાખ ફોલોવર્સ છે.

આજની યુવાપેઢીમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ચસ્ત સતત વધતો જ જઈ રહ્યો છે અને આ રીલ્સ બનાવવા માટે તેઓ કોઈ પણ હદે જાય છે, જેને કારણે તેમનો જીવ તો જોખમમાં મૂકાય જ છે પણ એની સાથે સાથે જ લોકોના જીવ પણ જોખમમાં મૂકાઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button