નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ પાણીપુરી આર્ટ જોઇને તમે દંગ રહી જશો…

આજકાલ સોશિયલ મીડિયા પર નીત નવા આશ્ચર્ય પમાડે એવા વીડિયો જોવા મલતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને કંઇક જૂદુ કરવા અને તેને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવા માગતો હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. એ વીડિયોમાં વ્યક્તિની ક્રિએટિવિટી અને આર્ટના વખાણ કરતા લોકો થાતકા નથી. આવો આપણે જાણીએ કે આવો સુંદર વીડિયો શેનો છે.

sachkadvahai નામના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક કલાકારે પાણીપુરીમાં કોફી ભરી તેના પર સુંદર ક્રિએટિવ ડિઝાઇન બનાવી હતી.


આ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ તેની કલાનું પ્રદર્શન કરી રહ્યો છે. આ લાટે કૉફી કલાકારને જ્યારે પોતાની કળા દર્શાવવા માટે મગ નહીં મળ્યો ત્યારે તેણે કંઇક એવું કર્યું કે લોકો જોતા જ રહીં ગયા. તેણે પાણીપુરી પર પોતાની કળા દર્શાવી દીધી.

પાણીપુરી કે ગોલગપ્પા એવી વાનગી છે કે જે બધાને જ ભાવતી હોય છે. તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છએ. રાજ્ય પ્રમાણે તેના નામ પણ અલગ અલગ છે. ક્યાંક તે પુચકા તો ક્યાંક પાણીપતાશે, ફૂલકી અથવા તો ગુપચુપ બની જાય છે. તો ક્યાંક તે પાણી પતાશએ અને પાણીપૂરી નામે ઓળખાય છે.

રજૂઆત પામેલા વીડિયોમાં એ વ્યક્તિએ કૉફીના મગમાં કૉફી પર આર્ટ કર્યું છે, જે ઘણું જ સુંદર લાગી રહ્યું છે. લોકો તેના બહુ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને ઘણી વાર શેર કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button