નેશનલ

વોશિંગ મશીનમાંથી મળ્યો ખજાનો! EDની રેઈડમાં વોશિંગ મશીનમાંથી ચલણી નોટોના બંડલ મળ્યા

નવી દિલ્હી: EDએ મંગળવારે દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતામાં મકરિયનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ વિજય કુમાર શુક્લા અને સંજય ગોસ્વામી અને સંબંધિત સંસ્થાઓ લક્ષ્મીટન મેરીટાઇમના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ વોશિંગ મશીનમાંથી કરોડોની રોકડ જપ્ત કરી છે (Cash found from washing machine in ED Raid).

EDને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે 1800 કરોડ રૂપિયાની રકમ મેસર્સ ગેલેક્સી શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને હોરિઝન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. EDએ કહ્યું કે આ બંને વિદેશી સંસ્થાઓનું સંચાલન એન્થોની ડી સિલ્વા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.

તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે મેસર્સ મકર શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ લક્ષ્મીટોન મેરીટાઇમ અને તેમના સહયોગીઓએ બોગસ નૂર સેવાઓ અને આયાતની આડમાં સિંગાપોર સ્થિત કંપનીઓને રૂ. 1,800 કરોડ ડાયવર્ટ કર્યા હતા. આ માટે, મેસર્સ નેહા મેટલ્સ, મેસર્સ અમિત સ્ટીલ ટ્રેડર્સ, મેસર્સ ટ્રિપલ એમ મેટલ એન્ડ એલોય્સ, મેસર્સ HMS મેટલ્સ વગેરે જેવી બનાવટી સંસ્થાઓની મદદથી નકલી વ્યવહારો દર્શાવવામાં આવ્યા હતા.

EDએ તેની તપાસ દરમિયાન વોશિંગ મશીનમાંથી 2.54 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ પૈસા અંગે કોઈની પાસેથી કોઈ જવાબ મળ્યો નથી. આ ઉપરાંત સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા હતા. આ તમામને ED દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. EDની ટીમે સંબંધિત સંસ્થાઓના 47 બેંક ખાતા પણ ફ્રીઝ કરી દીધા છે. જેથી કરીને આગળ કોઈ વ્યવહાર ન થઈ શકે.

અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર સરકારના હાથની કઠપૂતળી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે સરકારના ઈશારે ઈડી માત્ર વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સામે જ કાર્યવાહી કરી રહી છે. EDએ તાજેતરમાં દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના પૂર્વ મુખ્યપ્રધાન KCRની પુત્રી કે કવિતાની ધરપકડ કરી છે. કવિતાને મંગળવારે તિહાર જેલમાં લઈ જવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button