Loksabha Election: શિવસેના ઉદ્ધવ જૂથે ઉમેદવારો પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
મુંબઈ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, તમામ રાજકીય પક્ષો જે તે બેઠકો માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. એવામાં શિવસેના (UBT)એ પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. સંજય રાઉતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર 16 ઉમેદવારોના નામની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી છે.
સંજય રાઉતે X પોસ્ટમાં લખ્યું કે, “શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ અને શિવસેના પક્ષ પ્રમુખ શ્રી ઉદ્ધવજી ઠાકરેના આદેશથી ટૂંક સમયમાં 17 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. હાલમાં 16 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.”
શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી થી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવ બેઠક પરથી ઓમરાજ નિમ્બાલકર, શિરડીથી ભાઈસાહેબ વાઘચૌરે, નાશિકથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉ અને થાણેથી રાજન વિચારે, ઉત્તર પૂર્વ મુંબઈથી સંજય દિના પાટીલ અને ઉત્તર પશ્ચિમ મુંબઈથી અમોલ કાર્તિકર પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.