ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ભારતની સફળતાને પચાવી શકતા નથીઃ યુકેમાં ભારતીય વિદ્યાર્થીનો સનસનીખેજ આક્ષેપ

લંડનઃ સત્યમ સુરાના એક ભારતીય વિદ્યાર્થી છે જે યુકેમાં રહીને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતે એલએલએમ કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે યુકેમાં ઉગ્રવાદી તત્વોએ ભારતીય હાઇ કમિશન પર હુમલો ર્યો અનેો ભારતીય તિરંગાનું અપમાન કરતા તેને જમીન પર ફેંકી દીધો હતો, તે સમયે ત્યાં હાજર સત્યમ સુરાનાએ ઉગ્રવાદીઓના હુમલાની પણ પરવા કર્યા વગર ભારતીય તિરંગાને ઉપાડી લીધો હતો.

ત્યારથી આ ભારતીય વિદ્યાર્થી ચર્ચામાં આવ્યો છે. હવે તેણે આ વર્ષે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (LSE)માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન તેની સામે નફરતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

સત્યમે દાવો કર્યો હતો કે તેને નિશાન બનાવનારાઓ એવા જૂથનો ભાગ છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સફળતાને પચાવી શકતા નથી અને તેથી આવા ખોટો અને દુષિત પ્રચાર કરે છે.


સત્યમે આરોપ લગાવ્યો છે કે, LSEમાં મતદાનના માત્ર 12 કલાક પહેલા, તેની વિરુદ્ધ ખૂબ જ ‘સુયોજિત’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કોઈક રીતે તેને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યો હતો અને તેને ‘ફાસીવાદી’ ગણાવવામાં આવ્યો હતો તેમ જ તેની ઝુંબેશનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેની એક પોસ્ટમાં ખાલિસ્તાનીઓને આતંકવાદી કહેવા બદલ પણ તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.


પુણેમાં જન્મેલા સત્યમે કેટલાક મહિનાઓથી બોમ્બે હાઈકોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી છે અને લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં LLM કરી રહ્યો છે અને આ વર્ષના અંતમાં તેનો કોર્સ પૂરો થઈ રહ્યો છે.


સત્યમે જણાવ્યું હતું કે ભારત તેનો દેશ છે અને તે હંમેશા તેના દેશની વકાલત કરશે જ. યુકેની કૉલેજની વિદ્યાર્થી સંઘની ચૂંટણીને ભારતના રાજકારણ સાથે શું લેવાદેવા હોઇ શકે એવો સવાલ પણ તેણે કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button