પારસી મરણ
મેરવાન દારબ ઝૈનાબાદી તે ફ્રેની મેરવાન ઝૈનાબાદીના ધણી. તે મરહુમો હોમાય અને પેરીન દારબ ઝૈનાબાદીના દીકરા. તે ફરહાના જીમી શ્રોફ, રશના ફીનહસ ઝવેરી તથા પોરસના બાવાજી. તે જીમી, ફીનહસ અને ફરાહના સસરાજી. તે બાનુ, થ્રીતી, અદી, નરગીસ તથા મરહુમો પરવીજ અને રૂસ્તમના ભાઇ. તે કાલ, રીહા અને જેનાના મમાવાજી. (ઉં. વ. ૮૧) રે. ઠે. ફલેટ નં.૭, ૨જે માળે, ભાયખલા ચેમ્બર્સ, ડો. બાબા સાહેબ આંબેડકર રોડ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૩-૨૪ બપોરે ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી.
બાનુ ફિરોજ ઇરાની તે મરહુમ ફિરોજ ઇરાનીના ધણિયાની. તે મરહુમ ખોદામુરાદના દીકરી. તે મીથરા શેહેજાદ કલનતરી અને મીનાજ ફરોખ કાતરકના માતાજી. તે શેહેજાદ બેહેરામ કલનતરી તથા મરહુમ ફરોખ કાતરકના સાસુજી. તે મરહુમો મોહીનબાનુ, મોરવરીદ અને રૂસ્તમના બહેન. તે બેહજાદ અને દેલશાદના મમઇજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. રૂમ નં.૭, પટેલ બિલ્ડિંગ, કામારોડ, અંધેરી બસ ડેપોની સામે, અંધેરી (પ), અંધેરી રેલવે સ્ટેશન, મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૩-૨૪ના બપોરે ૩.૪૫ વાગે અંધેરી પટેલ અગિયારીમાં છેજી.
દુબઈ
દારા કુંવરજી રજવાડેવાલા (ઉં.વ. ૭૦) સોમવાર, તા. ૨૫-૩-૨૪ના રોજે દુબઈમાં ગુજરી ગયા છે. તે મરહુમ શેરામાય તથા મરહુમ કુંવરજી રજવાડેવાલાના દીકરા. તે અફરોસ અને પરસીના બાવાજી. તે વિરા, ગુલશન, શિરાઝ અને મરહુમ ઝરીનના ભાઈ. તે ફરનાઝ તથા નતાશાના સસરાજી. રેહાનના બપાવાજી. ઉઠમણાંની ક્રિયા બુધવાર, તા. ૨૭-૩-૨૪ના રોજે બપોરે ૩.૪૫. માલેસર બેહદીન અંજુમન આદરીયાન, નવસારીમાં છેજી.
વલસાડ
રુસી પીરોજશાહ ગાર્ડ (ઉં. વ. ૭૬) તા. ૨૦-૩-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ હોમાઇના હસબન્ડ. મરહુમ પીરોજશાહ અને મરહુમ શેરબાનુ ગાર્ડના દીકરા. મરહુમ સોરાબજી અને મરહુમ પરબાનુ સંજાણના જમાઇ. ફરઝીન ખુશરુ કડવા, હવોવી અને સરોશના ફાધર ખુશરુ કડવાના સસરા.