મનોરંજન

મંડીની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા પછી હવે કંગના અંગે જાણો બીજા મહત્ત્વના ન્યૂઝ

મુંબઈઃ કંગના રનૌતના રિયાલિટી શો લોક-અપ-2ને લઈ નવા સમાચાર સામે આવ્યા છે. શોની પ્રોડ્યુસર એકતા કપૂરે મહત્ત્વની જાણકારી આપી છે. ટેલિવિઝનની ક્વીન તરીકે જાણીતી એકતાએ જણાવ્યું હતું કે બે વર્ષની લાંબી રાહ જોયા બાદ હવે લોકઅપની બીજી સીઝન આ વર્ષે જ ઓન એર થશે.

સોમવારે એકતા કપૂર અંકિતા લોખંડે અને વિક્કી જૈનની હોળી પાર્ટીમાં પહોચી હતી. દરમિયાન પપારાજી સાથે વાત કરતા એકતાએ લોકઅપ-2ને લઈ જાણકારી આપી હતી સાથે જ તેણે કંગના રનૌતના લોકસભાની ચૂંટણી લડવા પર પણ પ્રતિક્રિયા આપી હતી. જોકે, બધાના મનમાં એક સવાલ છે કે શું પહેલી સીઝનની જેમ જ કંગના રનૌત આ વખતે પણ લોકઅપ 2ને હોસ્ટ કરશે.

હોળીની પાર્ટી પછી પાપારાજીએ એકતા કપૂરને પૂછ્યું હતું કે શું કંગના લોક અપ-2 હોસ્ટ કરશે. તેના પર જવાબ આપતા એકતાએ કહ્યું હતું કે મને આશા છે કે તેને લોકઅપના આવનાર સીઝનને હોસ્ટ કરવાની ટક મળશે. એકતા કપૂરે કહ્યું હતું કે આગામી છ મહિનામાં લોક-અપની બીજી સીઝન આવશે. લોક-અપની પ્રથમ સીઝન 2022માં આવી હતી. મુનવ્વર ફારુકી શોનો વિનર બન્યો હતો, જ્યારે તેમાં અંજલિ અરોરા, પૂનમ પાંડે અને પાયલ રોહતગી પણ હતા.

કંગના રનૌતને ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સંગ્રામમાં ઉતારી છે. છેલ્લા 8 વર્ષમાં સતત નવ ફ્લોપ ફિલ્મ આપ્યા પછી કંગના જ્યા પોતાની રાજકીય શરૂઆતથી ખૂબ ખુશ છે, ત્યાં લોક-અપ 2ના હોસ્ટ તરીકે તેના પરત ફરવાને લઈ રહસ્ય છે. આ દરમિયાન પાયલ રોહતગીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી કંગનાની ઉમેદવારી પર કટાક્ષ કર્યો હતો.

પાયલ રોહતગીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના પિતાના મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ મેસેજ તેના અને મમ્મી-પપ્પાના ગ્રુપમાં આવ્યો હતો. પાયલના પિતાએ મેસેજમાં લખ્યું છે કે, કંગના રનૌતને લોકસભામાં હિમાચલના મંડીથી ટિકટ આપી છે. પ્લીઝ બતાઓ કે પાયલને ભાજપે લોકસભા ચૂંટણીમાં ટિકિટ કેમ નથી આપી. પાયલે આ સ્ક્રીનશોટ શેર કરતા ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે મારા પપ્પા અને આ પછી તેણે હાથ જોડવા અને આંખ ઢાંકવાની ઈમોજી રાખ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button