આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિરાર ટોલ નાકા નજીક રૂ. 5.50 કરોડની લૂંટ: આરોપીઓ પાસેથી 4.87 કરોડની રોકડ, બે કાર જપ્ત

મુંબઈ: કાલબાદેવીના આંગડિયાની કારને મુંબઈ-અમદાવાદ હાઇવે પર વિરાર ટોલ નાકા નજીક આંતરીને રૂ. 5.50 કરોડની લૂંટ ચલાવનારી ટોળકીના ત્રણ સભ્યની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 4.87 કરોડની રોકડ તથા બે કાર જપ્ત કરી હતી.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે માટુંગાના મુરગનંદન અભિમન્યુ (46), કાંદિવલીના બાબુ મોડા સ્વામી (48) અને સાયનના બાલાપ્રભુ શનમુગમ (39)ની ગયા સપ્તાહે ધરપકડ કરી હતી. મુરગનંદન અભિમન્યુ વિરુદ્ધ ધારાવી પોલીસ સ્ટેશનમાં 2007માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ કેસમાં તેને દોષી જાહેર કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના વેપારીના રૂ. 5.50 કરોડ લઇને ત્રણ કર્મચારી 17 માર્ચે સુરતથી કારમાં મુંબઈ આવી રહ્યા હતા ત્યારે રાતે વિરાર ટોલ નાકા નજીક તેમની કારને આરોપીઓએ આંતરી હતી. અન્ય કારમાં આવેલા પાંચ આરોપીએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તેમના આઇ કાર્ડ પણ બતાવ્યા હતા. બાદમાં તપાસને બહાને એક કર્મચારીને પોતાની કારમાં બેસાડીને આરોપીઓ રોકડ સાથે ફરાર થઇ ગયા હતા. કર્મચારીને બાદમાં રસ્તામાં ઉતારી દેવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button