મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ઘરે બેઠાં બેઠાં આ રીતે જાણો…
લોકસભા-2024ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને સાત તબક્કામાં આખા દેશમાં મતદાની પ્રક્રિયા પાર પાડવામાં આવશે. 19મી એપ્રિલથી એની શરૂઆત થઈ રહી છે અને ચોથી જૂનના ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
ઘણી વખત એવું બને છે કે મતદાનના દિવસે જ આપણને ખ્યાલ આવે છે કે મતદાર યાદીમાંથી નામ જ ગાયબ થઈ ગયું હોય. જો મતદાર યાદીમાંથી તમારું નામ નીકળી ગયું હશે તો તમે મત આપી શકશો નહીં.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મુંબઈના ઉપનગરમાં મતદારોની સંખ્યામાં વધારો પણ
તમારી સાથે પણ આવું ન બને એ માટે પહેલાંથી જ એ વાત જાણી લો કે તમારું નામ વોટિંગ લિસ્ટમાં છે કે નહીં. આ માટે તમારે કોઈ દૂર સુધી જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ સ્માર્ટફોન કે લેપટોપ પર જ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એની માહિતી જાણી શકો છો. ચાલો જોઈએ કઈ રીતે-
વોટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે તમારે અહીં જણાવવામાં આવેલા કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-
⦁ વોટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તપાસવા માટે તમારે https://electoralsearch.eci.gov.in/ પર જવું પડશે
⦁ હવે તમારી સ્ક્રીન પર વોટર્સ સર્વિસ પોર્ટલ ઓપન થશે. જ્યાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં માહિતી ખુલશે. તમે તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરી શકો છો.
⦁ હવે તમને ત્રણ ઓપ્શન દેખાશે જેમાં તમારે માહિતી દ્વારા, EPIC નંબર અને મોબાઈલ નંબર દ્વારા તમે વોટર્સ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે શોધી શકશો.
⦁ જો તમે માહિતીની મદદથી વોટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તપાસવા માંગો છો કો તમારે એમાં રાજ્યનું નામ, તમારી ડેટ ઓફ બર્થ જેવી ઈન્ફોર્મેશન ફીલ કરીને સર્ચ કરવું પડશે.
⦁ પણ જો તમે EPICવાળું બીજું ઓપ્શન પસંદ કરશો તો વોટર આઈડી કાર્ડ પર આપવામાં આવેલો એપિક નંબર ફીલ કરીને નામ સર્ચ કરવાનું રહેશે.
⦁ ત્રીજા અને લાસ્ટ ઓપ્શનની વાત કરીએ તો મોબાઈલવાળા ઓપ્શનમાં તમારે રજિસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરીને તમારું નામ શોધવું પડશે. આ પ્રોસેસમાં વેરિફિકેશન માટે મોબાઈલ નંબર પર OTP આવશે.
અહીં જણાવવામાં આવેલી કોઈ પણ પદ્ધતિથી વોટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે જાણી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે વોટ આપવા માટે મતદાર યાદીમાં તમારું નામ હોય એ ખૂબ જ જરૂરી છે. એના સિવાય તમે તમારા મત આપવાના અધિકારનો ઉપયોગ કરી શકશો નહીં.