મનોરંજન

લગ્નના સવાલ અંગે ઉર્વશી રૌતેલાએ આખરે મૌન તોડ્યું

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ જેટલા ટૂંક સમયમાં પોતાનું નામ બનાવ્યું છે એટલા જ જલ્દી તેનું નામ ભારતીય ક્રિકેટર સાથે પણ જોડાય ગયું હતું, અને વારંવાર તેઓના લગ્ન માટે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત તેમના લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયાનું ધ્યાન ખેચ્યું છે.

આમ તે પોતાની ગજબની એક્ટિંગથી મોટી ફેન ફોલોઈંગ ધરાવતી ઉર્વશી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે, ત્યારે એકવાર ફરી તે રિષભ પંતને લઈ ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે રિષભ પંત સાથે પોતાના લગ્નને લઈ મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી. એક ઈન્ટરવ્યૂમાં આપેલા જવાબે ફેન્સમાં ચર્ચા જગાવી છે, જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એન્કર ઉર્વશીના ફેન્સ દ્વારા કમેન્ટમાં પૂછવામાં આવેલા સવાલના જવાબો માગી રહી છે.

આપણ વાંચો: બચત કરવામાં અત્યારના બોલીવુડ સ્ટાર્સ ખૂબ જ સ્માર્ટ છે

આ સવાલોમાં એક ફેન કહે છે કે રિષભ પંતને નહીં ભૂલતા મેડમ, તે તમારી બહુ રિસ્પેક્ટ કરે છે, તે તમને ખૂબ ખુશ રાખશે. તો બીજો એક ફેન કહે છે કે, અમને ખુશી થશે જો તમે એની સાથે લગ્ન કરી લો તો. ફેનના આ સવાલમાં એક્ટ્રેસે જરાય રસ બતાવ્યો નહોતો. ખૂબ હોશિયારીથી કહ્યું હતું કે હાલમાં હું આના પર કોઈ કમેન્ટ કરવા નથી માગતી.

ઉર્વશીના આવા વલણને કારણે ફેન્સનું તો દિલ તૂટી ગયું હતું. સોશિયલ મીડિયા પર હવે ફેન્સ તેને જુદી-જુદી સલાહ આપી રહ્યા છે. એક ફેન લખે છે કે, ઝડપી લગ્ન કરી લો, નહીંતર ભાઈ હાથમાંથી નીકળી જશે.

ઘણા સમયથી ઉર્વશી અને રિષભ પંતના અફેરના સમાચારો આવી રહ્યા છે. જો કે આજ સુધી ન તો રિષભ કે ન તો ઉર્વશીએ આના પર કોઈ સકારાત્મક પ્રતિક્રિયા આપી હોય. ઉર્વશીના સોશિયલ મીડિયાના કેટલાક પોસ્ટથી ફેન્સને લાગે છે કે, તે તેમને કોઈ હિંટ આપી રહી હોય.

ઉર્વશીના વર્કફ્ન્ટની વાત કરવામાં આવે તો, ટૂંક સમયમાં અભિનેત્રી જેએનયુ ફિલ્મમાં જોવા મળશે. હાલમાં જ તેનું એક મોશન પોસ્ટર જાહેર કરાયું હતું. પાંચ એપ્રિલે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે. આમાં ઉર્વશી સાથે રવિ કિશન, બિગ બોસ 13 ફેમ રશ્મિ દેસાઈ અને પિયૂષ મિશ્રા લીડ રોલમાં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button