આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પુરષોત્તમ રુપાલા સામે રાજકોટમાં આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ, જાણો શું છે મામલો

લોકસભાની ચૂંટણી ટાણે ભાજપના ઉમેદવારો વિવિધ વિવાદનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જો કે આ રોષને લઇને પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે તેમ છતાં આક્રોશ યથાવત છે ત્યારે હવે રૂપાલા વધુ એક નવા વિવાદમાં છપડાયા છે.

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. પરષોત્તમ રુપાલાએ હોલિકા દહન જેવા ધાર્મિક કાર્યક્રમમાં મંજૂરી વિના હોર્ડિંગ્સ લગાવીને ચૂંટણી પ્રચાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આપણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે ભાજપે પાંચમી યાદી જાહેર કરી

કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ રણજીત મુંઘવા અને નિલેશ ગોહિલ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે જે મુજબ, પરષોત્તમ રૂપાલાએ હોલિકા દહન જેવા ધાર્મિક કાર્યક્રમને ચૂંટણી અખાડો બનાવી મંજૂરી વગર રાજકોટમાં ઠેર-ઠેર પોતાના બેનર અને કટઆઉટ લગાવી ચૂંટણી પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યો છે. આથી રૂપાલા સામે પગલાં લેવાવા જોઈએ.

ઉલ્લેખનિય છે કે રાજકોટના ધ્રુવનગર-1 એરપોર્ટ રોડ ઉપરથી લઈને હનુમાન મઢી ચોક, જલારામ-2, શિવસંગમ સોસાયટી સહિતના સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમ મંજૂરી વગર હોર્ડિંગ્સો લગાવવામાં આવ્યા હતા. હવે આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ થતા ચૂંટણી પંચ શું પગલા લે છે તેના પર સૌની નજર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button