Tapsee Pannuએ Holi Celebrationના ફોટો શેર કર્યા, ફોટોમાં આ જગ્યા પર અટકી ફેન્સની નજર…
બોલીવૂડની બ્યટીફૂલ અને પિંક ગર્લ Tapsee Pannuએ સિક્રેટલી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા અને હવે તેણે લગ્ન બાદ પહેલી હોલીના ફોટો શેર કરીને ફરી એક વખત ફેન્સની ઉત્કંઠા વધારી દીધી છે.
તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં હોલી સેલિબ્રેશન ફોટોમાં તાપસીનો એકદમ સુંદર દેખાઈ રહી છે પણ તેના ફોટોમાં ફેન્સને કંઈક એવું દેખાયું હતું કે ફેન્સ તેના પરથી નજર જ હટાવી શક્યા નહોતા. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ હતું તાપસીએ પોસ્ટ કરેલા ફોટોમાં…
તાપસી પન્નુને લઈને એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે તાપસીએ હોળી પર તેના બોયફ્રેન્ડ Mathias Boe સાથે ઉદયપુરમાં સિક્રેટ વેડિંગ કરી લીધા છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પણ વાઈરલ થઈ રહ્યા છે જે પ્રી-વેડિંગ ફંક્શનના હોવાનું કહેવાઈ રહ્યું છે.
પરંતુ હજી સુધી આ મામલે કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ઈન્ફોર્મેશન સામે નથી આવી રહી. એક્ટ્રેસે પણ આ મામલે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી કે ન તો પરિવાર દ્વારા આ બાબતે કોઈ ટિપ્પણી આપવામાં આવી. જોકે, આ બધા વચ્ચે એક્ટ્રેસે હોલી સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેમાં તેના માથા પર લાગેલા ગુલાલે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
એક્ટર અભિલાષ થપિયાલે તાપસી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં એક્ટ્રેસની બહેનથી લઈને Mathias Boe પણ જોવા મળી રહ્યા છે. ફોટોમાં તાપસીના માથા પર એ રીતે ગુલાલ લાગેલું જોવા મળી રહ્યું જે જોઈને ફેન્સ એવી કમેન્ટ કરી રહ્યા છે કે તાપસીએ હોળીના રંગથી સિંદૂર લગાવ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે તાપસી પન્નુએ 23મી માર્ચના દિવસે રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા છે. આ લગ્નમાં ફેમિલી સિવાય તેના નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમુક ફોટોમાં અનુરાગ કશ્યપ અને પાવેલ ગુલાંટી પણ જોવા મળી રહ્યા છે.
તાપસી અને Mathias Boeના લગ્નના ફંક્શનની શરૂઆત 20મી માર્ચથી શરૂઆત થઈ હતી અને 23મી માર્ચના તેમણે લગ્ન કરી લીધા હતા. આ પાછળ એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે તાપસી પન્નુ પોતાના લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવા માંગતી હતી.