અજિતદાદા સાથેનો એ વીડિયો જોઈને સુપ્રિયા સુળે નહીં રોકી શક્યા પોતાના આંસુ…
મુંબઈઃ એક તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ફૂટ નથી પડી, એવું પક્ષના અધ્યક્ષ શરદ પવાર, સાંસદ સુપ્રિયા સુળે વારંવાર કહેતા સંભળાય છે. પરંતુ બીજી બાજું રાષ્ટ્રવાદીના વિધાનસભ્યો અને સાસંદો પર અપાત્રતાની કાર્યવાહી કરવાની હિલચાલ હાથ ધરવામાં આવી હોવાને કારણે લોકો ગૂંચવણમાં છે.
દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અજિત દાદાનો એક વીડિયો જોઈને બહેન સુપ્રિયા સુળે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. સંબંધ એક તરફ અને રાજકારણ એક તરફ એ પવાર કુટુંબીજનો હંમેશાથી જ સ્પષ્ટ કરતાં આવ્યા છે. હમણાં થોડાક દિવસ પહેલાં જ જ્યારે સુપ્રિયા સુળેએ એવું નિવેદન આપ્યું હતું કે અજિત પવાર અમારા જ નેતા છે. જેની સ્પષ્ટતામાં શરદ પવારે જણાવ્યું હતું કે સુપ્રિયા અને અજિતના ભાઈ-બહેનના સંબંધને કારણે તે આવું બોલી છે.
બેક ટુ ધ પોઈન્ટ આવીએ અને વાત કરીએ સુપ્રિયા સુળે કયો વીડિયો જોઈને રડી પડ્યા એની તો ભાઈ-બહેનના સંબંધની આ સંવેદનાઓ એક મરાઠી ટીવી શો ખુપતે તિથે ગુપ્તેમાં જોવા મળી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં ફૂટ પડી છે કે નહીં એવો સવાલ શોના હોસ્ટ અવધૂત ગુપ્તેએ કર્યો હતો રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ફૂટ નથી પડી. આ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલ જ છે.
એક વખત કુટુંબના માણસો સાથ છોડી દેશે, પણ એમની યાદો ક્યારેય સાથ નથી છોડતી એવું જણાવીને સુપ્રિયા સુળે અને અજિત પવારના જીવનની કેટલીક મહત્વની ક્ષણોના ફોટો આ કાર્યક્રમમાં દેખાડવામાં આવ્યા હતા.
આ જ દરમિયાન સુપ્રિયા અજિતદાદાને તિલક લગાવીને અક્ષતથી વધાવી રહ્યા હતા એવો વીડિયો સામે આવ્યો અને બસ આ વીડિયો જોઈને સુપ્રિયા પોતાની જાતને સંભાળી શક્યા નહીં અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ ગીત પણ શોના રીલિઝ કરવામાં આવેલા પ્રોમોમાં સાંભળવા મળી રહ્યું છે.
આ જોઈને અવધૂત ગુપ્તેએ સુપ્રિયા સુળેને પૂછ્યું હતું કે તમે કાર્યક્રમ પહેલાં જણાવ્યું હતું કે તમે તમારી ભાવનાઓ લોકો સમક્ષ સરળતાથી કાઢી શકતાં નથી, હવે આને શું કહેશો? અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે