હોળીના દિવસે ‘Big Boss’ ફેમ અભિનેત્રી થઈ Bold, તસવીરો વાઈરલ…

મુંબઈ: ફિલ્મી કલાકારો ન્યૂડ કે સેમી ન્યૂડ ફોટોશૂટ કરાવવા માટે હંમેશાં વિવાદમાં રહેતા હોય છે. તાજેતરમાં ‘બિગ બૉસ ઓટીટી’ ફેમ આકાંક્ષા પૂરીનું નામ સોશિયલ મીડિયા પર ફરી એક વાર સેમી ન્યૂડ થવા મુદ્દે ચર્ચામાં આવી છે. હોળીના દિવસે આકાંક્ષા પોતાની ટોપલેસ તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો લઈને હવે સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

આકાંક્ષાની આ પોસ્ટ પર તેનાથી આવી અપેક્ષા નહોતી એવી યૂઝરે કમેન્ટ કરી હતી. રવિવાર-સોમવારના દિવસોએ દેશ આખામાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. સેલિબ્રિટીઝની હોળી સેલિબ્રેશનના અનેક વીડિયો અને તસવીરો વાઇરલ થઈ હતી પણ આકાંક્ષા પૂરીએ શેર કરેલી ટોપલેસ તસવીરોને લીધે તે વિવાદમાં સપડાઇ છે.

આકાંક્ષાએ પોતાના શરીર પર ગુલાલ લગાવેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં એક એંગલથી તે ટોપલેસ છે એવું લાગી રહ્યું છે. ટોપલેસ તસવીરો શેર કરતાં આકાંક્ષા પૂરી લાઈમલાઇટમાં આવી છે પણ હોળીના દિવસે તેણે કરેલો આ પબ્લિસિટી સ્ટંટ લોકોને બિલકુલ પણ ગમ્યો નથી. લોકોએ આકાંક્ષાની ટોપલેસ પિક્સને લઈને કહી રહ્યા છે કે તમે તો એક ટીવી સિરિયલમાં માતા પાર્વતિનો રોલ કર્યો હતો તેની તો મર્યાદા રાખો. તો બીજાએ લખ્યું હતું કે હોળીના પવિત્ર દિવસે તો આવું કરવું જોઈતું નહોતું.

આકાંક્ષાની ટોપલેસ તસવીરોને જોઈને લોકો ગુસ્સે ભરાયા છે. આકાંક્ષાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બોસ શોઝ સિવાય તેને અનેક ટીવી સિરિયલ અને વેબ શોમાં કામ કર્યું છે. ઉપરાંત, આંકાક્ષાએ ‘વિઘ્નહર્તા ગણેશ’, ‘ઈન્સ્પેકટર ગણેશ’ સહિત ‘બિગ બૉસ ઓટીટી-ટૂ’ સાથે અનેક મ્યુઝિક વીડિયોઝમાં પણ તે જોવા મળી હતી.