Moscow Terrorist attack: ‘હુમલાનો આદેશ કોને આપ્યો?’, હુમલા અંગે વ્લાદિમીર પુતિનનો દાવો
મોસ્કોમાં એક કોન્સર્ટ દરમિયાન થયલા આતંકવાદી હુમલા(Moscow Terrorist attack) અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ મોટો દાવો કર્યો છે. આતંકવાદી જૂથ ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે. એવામમા વ્લાદિમીર પુતિને ટેલિગ્રામ પ્લેટફોર્મના માધ્યમથી રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે આ હુમલાઓ “કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ”આ હુમલો કર્યો હતો, તેમણે ISISનું નામ લેવાનું ટાળ્યું હતું. સાથે તેમણે દાવો કર્યો કે આ હુમલા પાછળ યુક્રેને ભૂમિકા ભજવી હોઈ શકે છે.
રશિયાની રાજધાની મોસ્કોમાં ગત શુક્રવારે રાત્રે ક્રોકસ સિટી હોલમાં કોન્સર્ટ દરમિયાન ચાર શખ્સોએ ઘૂસીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, આ હુમલામાં 139 લોકોના મોત થયા હતા અને 182 લોકો ઘાયલ થયા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, હુમલાખોરો યુક્રેન તરફ ભાગી રહ્યા હતા, એ પહેલા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. પુતિને શંકા વ્યક્ત કરી કે આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે રશિયા અને તેના લોકો સામે આ હુમલો કોને કર્યો છે. પરંતુ અમને જાણવામાં રસ એ છે કે આ હુમાલાનો આદેશ કોને આપ્યો હતો.
તેણે કહ્યું કે અમે જાણીએ છીએ કે આ હુમલો કટ્ટરપંથી ઇસ્લામવાદીઓના દ્વારા કરવામાં આવ્યો હતો, જેની વિચારધારા સાથે મુસ્લિમ દેશો સદીઓથી લડી રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ હુમલા પાછળ યુક્રેન સરકારનો હાથ હોવાના દાવા ફગાવી દીધા હતા. તેણે પુતિન પર કટાક્ષ કરતા કહ્યું, “તેમના સિવાય દરેક વ્યક્તિ આતંકવાદી છે! જયારે તેઓ પોતે બે દાયકાથી આતંકના સહારે સત્તા પર બેઠા. તેમના સત્તા પરથી જવાની સાથે જ આતંક અને હિંસાની જરૂરિયાત નહીં રહે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022માં પુતિને રશિયન સેનાને યુક્રેન પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.