બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આજની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની વચ્ચેની મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. પંજાબ કિંગ્સે 20 ઓવરમાં છ વિકેટે રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોયલ ચેલેન્જરને પડકારજનક સ્કોર આપ્યો હોવા છતાં બેંગલુરુ બેટરમાં વિરાટ કોહલી, દિનેશ કાર્તિકની શાનદાર બેટિંગને કારણે બેંગલુરૂની 4 વિકેટથી Royal જીત થઈ હતી.
177 રનનો સ્કોર અચીવ કરવા આવેલી બેંગલુરુની ટીમવતીથી શરુઆતની પહેલી ઓવર આક્રમક બેટિંગથી કરી હતી. સેમ કુરેનની પહેલી ઓવરમાં વિરાટે ચાર બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનિંગમાં ફાફ ડુ પ્લેસીસ રમતમાં હતા, ત્યારે વિરાટે મજબૂત શરુઆત કરી હતી. કિંગ કોહલીએ આ મેચમાં સાતથી વધુ ચોગ્ગા ફટકારતાં ડેવિડ વોર્નરનો રેક્રોડ તોડયો હતો. T20માં વ્યક્તિગત સ્કોરમાં વિરાટે (643) આઈપીએલમા વોર્નર (649)નાં ચોગ્ગનો રેકોર્ડ તોડયો છે. આજની મેચમાં વિરાટે 8 ચોગ્ગા ફટકારીને વોર્નરનો રેકોર્ડ તોડયો હતો. સૌથી વધુ રેકોર્ડ શિખર ધવન (754)ને નામે છે. આજે વિરાટે બોલમાં શાનદાર બેટિંગ કરીને રન કર્યા હતા.
અન્ય બીજા રેકોર્ડની વાત કરીએ તો વિરાટના નામે વધુ કેચ ઝડપવામાં વિક્રમ નોંધાવ્યો છે. પહેલી ઈનિંગમાં જોની બેયરસ્ટોના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. જોની બેરસ્ટો મોહમ્મદ સિરાજના બોલ પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીનો આ 173મો કેચ છે. આજના કેચ સાથે T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો. સુરેશ રૈનાએ પોતાની T20 કારકિર્દીમાં 172 કેચ પકડ્યા હતા. જ્યારે રોહિત શર્મા 167 કેચ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
વિરાટ સિવાય રજત પાટીદાર (18), મેક્સવેલ (3) ફફ દુ પ્લેસિસ (3) સસ્તામાં આઉટ થયા હતા. જોકે વિરાટની વિકેટ ઝડપવામાં હર્ષદ પટેલને સફળતા મળી હતી. 77 (49 બોલમાં 2 સિક્સ અને 11 ચોગ્ગા) રને વિરાટ આઉટ થતા બેંગુલુરેએ પાંચ વિકેટ ગુમાવી હતી. છઠ્ઠી વિકેટનો ભાગીદારીમાં દિનેશ કાર્તિક (10 બોલમાં 28 રન ) અને લોમરોરે (8 બોલમાં 17 રન) બેંગલુરુને જીત અપાવી હતી.
પંજાબ વતી રબાડાએ બે, હરપ્રીત બ્રારે બે વિકેટ લીધી હતી. પંજાબ કિંગ ઈલેવન પહેલી બેટિંગમાં આવ્યું હતું, જેમાં સુકાની શિખર ધવન મજબૂત ઈનિંગ (37 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે) રમ્યો હતો પણ એ રમત એળે ગઈ હતી.
આઈપીએલની સત્તરમી સીઝનની આજની છઠ્ઠી મેચમાં પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવન અને આરસીબીના સુકાની ફાફ ડુ પ્લેસીસ હતો, જેમાં બંને ટીમની આ બીજી મેચ હતી. આરસીબીના હોમ ગ્રાઉન્ડ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં અગાઉ આરસીબીની ટીમ એક મેચ હારી હતી, જ્યારે પંજાબ કિંગનો વિજય થયો હતો. બેંગલુરુ અને પંજાબની વચ્ચે હેડ ટૂ હેડ મેચની વાત કરીએ તો બંને ટીમ આમનેસામને રહી છે, પરંતુ પંજાબનું પલ્લું ભારે રહ્યું છે. અત્યાર સુધીમાં બેંગલુરુ 14 મેચ જીત્યું છે, જ્યારે પંજાબ 17 મેચમાં વિજયી રહ્યું હતું.
Taboola Feed