પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),
મંગળવાર, તા. ૨૬-૩-૨૦૨૪, વસંતોત્સવ પ્રારંભ
- ભારતીય દિનાંક ૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
- વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧
- જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧
- પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
- પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
*પારસી ફસલી રોજ ૬ઠ્ઠો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩ - મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
- મીસરી રોજ ૧૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
- નક્ષત્ર હસ્ત બપોરે ક. ૧૩-૩૨ સુધી, પછી ચિત્રા.
- ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૬ સુધી, પછી તુલામાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૯,
અમદાવાદ ક. ૦૬ મિ. ૩૯, સ્ટા. ટા. - સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯,
અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ - ભરતી: બપોરેે ક.૧૨-૫૦,મધ્યરાત્રિ પછી ક.૦૦-૫૧,
- ઓટ: સાંજે ક. ૧૮-૩૪
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, વસંતોત્સવ પ્રારંભ, આમ્રકુસુમપ્રાશન.
- શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
- મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, સૂર્ય-ચંદ્ર-મંગળ ગ્રહ દેવતાનું પૂજન, હનુમાન ચાલિશા, સુંદરકાંડ પાઠ વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, પરદેશનું પસ્તાવું. નવા વસ્ત્રો, આભૂષણ, મહેંદી લગાવવી, વિધ્યારંભ, બી વવાવું, ખેતીવાડીનાં કામકાજ, ધાન્ય ભરવું, બિલીનું વૃક્ષ વાવવું, પરગામ પ્રયાણ મધ્યમ.
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ નિર્ણયો લેવામાં વિલંબ થાય, ચંદ્ર-બુધ પ્રતિયુતિ જુઠું બોલવાની આદત. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ (તા.૨૭).
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.