ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે ફરીથી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ફરીથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે 4 જૂન (લોકસભા ચૂંટણીની ગણતરીની તારીખ)ના રોજ હોળીની ઉજવણી કરશે.
RJD વડા લાલુ પ્રસાદ યાદવે તેમની પત્ની રાબડી દેવી અને પુત્રીઓ રોહિણી આચાર્ય અને મીસા ભારતી સાથે દિલ્હીમાં હોળીની ઉજવણી કરી હતી. તેમણે તેની તસવીરો શેર કરી હતી.બિહારમાં સોમવારે હોળીની ઉજવણી વચ્ચે બિહારના પૂર્વ મંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ હોળીના રંગોમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ‘પોલિટિક્સ’માં કંગનાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર બબાલ શરુ
લાલુ પ્રસાદ યાદવે માત્ર કેટલાક મિત્રો, કાર્યકરો અને મીડિયા પર્સન સાથે હોળી જ નથી રમી પરંતુ ફાગુઆ પણ ગાયું હતું. હોળી પર તેઓ સંપૂર્ણપણે લાલુ પ્રસાદ જેવા અંદાઝમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે લોકોને અબીલ-ગુલાલ લગાવ્યો અને બાળકો સાથે વાત પણ કરી હતી. આ સમય દરમિયાન, તે હાથમાં ઝાલ લઈને બાબા હરિહર નાથ… હોળી ગીત ગાતો પણ જોવા મળ્યા હતા.
હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવેલી અભિનેત્રી કંગના રનૌતે દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. તેણે કહ્યું, કે “હું દરેકને હોળીની શુભેચ્છા પાઠવું છું. આ મારી ‘જન્મભૂમિ’ છે અને તેણે મને પાછી બોલાવી છે, હું ભાગ્યશાળી છું. જો જનતા મને ચૂંટશે, તો હું તેમની સેવા કરીશ. ભાજપની ટિકિટ મેળવવી એ મારા માટે ભાવનાત્મક દિવસ છે, આ એ દિવસ છે. હું ભાજપના વડા જેપી નડ્ડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભાજપની સંસ્કૃતિ એકબીજાને સહકાર આપવાની છે. આમાં વિશ્વાસ રાખીને, હું તેમની સાથે ચાલીશ અને અમે જીતીશું..”
મહાદેવની નગરી કાશીમાં સવારથી જ હોળીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએ યુવાનો અને બાળકોના સમૂહ સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતા. કાશીના ગોદૌલિયા ચાર રસ્તા પર સવારથી જ યુવાનોની ભીડ એકબીજા પર રંગો લગાવી અને સંગીતના તાલે નાચતી જોવા મળી હતી. કાશીના લોકોની સાથે સાથે મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો પણ હોળીના આનંદમાં ઉમટી પડ્યા હતા. કાશીના ઘાટો પર પણ હોળીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો અને લોકો રંગોના તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ભાજપે ગુજરાતની તમામ સીટો માટે ઉમેદવારો કર્યા ફાઈનલ, નવી યાદીમાં આ 6 નેતાઓના નામ જાહેર
એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પંકજ મોહન સિન્હાએ સેના, ITBP અને IAFના જવાનો સાથે હોળીની ઉજવણી કરી હતી. તે આજે સવારે પૂર્વી લદ્દાખમાં ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેમણે પ્રતિકૂળ ભૂપ્રદેશ અને હવામાન પરિસ્થિતિઓ છતાં સૈનિકોની તેમની અડગ તકેદારી માટે પ્રશંસા કરી હતી.