ઘાટકોપરમાં બાઇક અકસ્માતમાં ત્રણના મૃત્યુ

મુંબઈ: ઘાટકોપરમાં વહેલી પરોઢે એક ઝડપથી આવી રહેલી બાઈકે રસ્તા પર ચાલી રહેલા વ્યક્તિને જોરદાર ટક્કર મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં જખમી થયેલા બે બાઇક સવાર અને ટક્કર વગેલી વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ત્રણ વાહનોનો અકસ્માત, દૂધના ટેન્કરચાલકનું મોત
ઘાટકોપરના લાલબહાદુર શાસ્ત્રી નગરમાં આવેલી એક હોટેલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સવારે ચાર વાગ્યાની આસપાસ આ અકસ્માત થવાની માહિતી પોલીસને મળતા એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ સમીર મુસ્તફા (19), મુઝફ્ફર બદ્દેશાહ (19) નામના બે બાઇક સવારે રસ્તા પર ચાલી રહેલા સુરેશ નામના વ્યક્તિને બાઇક વડે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણેય વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ હૉસ્પિટલ લઈ જતાં તેમની તપાસ કરી ડૉક્ટરોએ તમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન કેમરૂન બેનક્રોફ્ટ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત
આ અકસ્માતમાં બાઇકનું મોટું નુકસાન થયું છે અને હવે પોલીસ આ ગંભીર અકસ્માતની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહી છે. આ સાથે મૃતકના પરિવારને પણ શોધવાનું કામ પોલીસે શરૂ કર્યું હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.