હોળી પર આખા દેશમાં થઈ 5000000000000 રૂપિયાની ઉથલપાથલ
મેક ઈન ઈન્ડિયાએ ચીનને ચખાડી મજા, આયાત કરાયો ન બરાબર સામાન…
દેશભરમાં હોળીના તહેવારની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી. જ્યાં જુઓ ત્યાં રંગ અને ગુલાલ જોવા મલી રહ્યો છે. ઘર, બિલ્ડિંગ, ઈમારતો બધું રંગબેરંગી દેખાઈ રહી છે. દેસી હોળીએ જ્યાં કારોબારીઓને જલસો કરાવી દીધો છે તો ચીનને ઝોર કા ઝટકા ઝોર સે જ લાગ્યો છે. એક અંદાજ પ્રમાણે હોળી નિમિત્તે દેશભરમાં 5000000000000 રૂપિયાનો વકરો થયો હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. જ્યારે બીજી બાજું ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારને કારણે ચીનની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ વર્ષે હોળી પર વોકલ ફોર લોકલનો દબદબો જોવા મળ્યો હતો અને ચીની પ્રોડક્ટ બજારમાંથી ગાયબ જ દેખાયા હતા. રંગ, ગુલાલ, પિચકારીઓ વગેરેમાંથી ચીની ઉત્પાદનોની બાદબાકી થઈ ગઈ હતી. લોકોએ મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ પર જ આ વખતે ખૂબ મન મૂકીને ખર્ચો કર્યો હતો. દેસી હોળીએ જ વેપારને પુશ કર્યું હતું.
આપણ વાંચો: હોળીના તહેવારને લઈને રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન, નહીં થાય ટ્રાફિક, જાણો વિગતવાર
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયાના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે હોળી પર આશરે 50 હજાર કરોડની ઉથલપાથલ થઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા વધુ વેપાર થયો હોવાનું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું હતું. આખા દેશમાં જ્યાં 50,000 કરોડ રૂપિયા નો બિઝનેસ થવાનો અંદાજો વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યાં દેશની રાજધાની દિલ્હીમાં જ 5,000 કરોડ રૂપિયાની ઉથલપાથલ થઈ હોવાનું અનુમાન છે.
ચીનને મેડ ઈન ઈન્ડિયાને કારણે તગડો ઝટકો પડ્યો છે. પહેલાં દિવાળી અને હવે હોળી પર ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવનારા ઉત્પાદનોના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. ખંડેલવાલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વેપારીઓ અને ગ્રાહકોએ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે.
એક અંદાજ પ્રમાણે હોળી પહેલાં હોળી માટેના સામાનની આયાત થતી હતી, જેનો આંકડો 10,000 કરોડ રૂપિયા પર પહોંચતો હતો. પરંતુ આ વખતે ચીનથી ન બરાબર જ માલ આયાત કરવામાં આવ્યો છે. દેશવાસીઓએ પણ દેશમાં જ બનાવવામાં આવેલા હર્બલ કલર, રંગ-ગુલાલ, પિચકારી, બલૂન્સ, ચંદન, પૂજા સામગ્રીનો ઉપયોગ કર્યો છે અને જેને કારણે ચીનને આ વર્ષે ખૂબ જ મોટો ફટકો પડ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.